Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨
૧૨૯ પોતાની મતિની ન્યૂનતાના કારણે, મોહનીય કર્મના ઉદયમાં તણાવાના કારણે, પોતાની શિથિલતાના કારણે કે દૃષ્ટિરાગના કારણે જીવ અસત્રતીતિ અને અસત્યવર્તન ત્યાગી શકતો નથી અને સન્માર્ગને ગ્રહણ કરી શકતો નથી.
આ પ્રમાણે મુમુક્ષુપણું, સરળપણું, સગુરુ, સત્સંગ, સતુશ્રદ્ધા આદિ આ કાળમાં અતિ દુર્લભ જાણી આ કાળને દુષમ કાળ કહ્યો છે. પરમાર્થમાર્ગની દુર્લભતાના કારણે આ કાળને દુષમ' સંજ્ઞા આપવામાં આવી છે. એની મીમાંસા કરતાં શ્રીમદ્ લખે છે –
“જિનાગમમાં આ કાળને “દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમ કે “દુષમા' શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો' થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે.૧
આમ, પરમાર્થપ્રાપ્તિનાં કારણોની દુર્લભતાના લીધે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ દુર્લભ કહી, છતાં પણ તે માર્ગની પ્રાપ્તિનો સર્વથા અભાવ છે એમ કહેવાનો શ્રીમદ્ભો આશય નથી. નિરાશાનું લેશ પણ કારણ નથી, આશાનું પૂરેપૂરું કારણ છે એ સ્પષ્ટ કરતાં તેઓ આગળ લખે છે –
‘આ રીતે પૂર્વારાધક જીવોનું અાપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુઃખ કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે.
સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે.”૨
દુષમ કાળનું સ્વરૂપ વિષમ હોવા છતાં શ્રીમદ્ અત્રે આશ્વાસન આપે છે કે આ કાળમાં મોક્ષમાર્ગ દુર્લભ હોવા છતાં પણ અલભ્ય તો નથી જ. સત્યપુરુષાર્થીને તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે એવો છે. મોક્ષમાર્ગનો બહુ લોપ થઈ ગયો હોવા છતાં તે સર્વથા લોપ થયો નથી. સ્વચ્છંદ, મતાહાદિને આધીન થવાથી જીવને મોક્ષમાર્ગ પામવો દુર્લભ થઈ પડ્યો છે, પરંતુ પાંચમા આરાના અંત સુધી, એટલે કે હજુ ૧૮,૫૦૦ વર્ષ સુધી આ ક્ષેત્રે મોક્ષમાર્ગની વિદ્યમાનતા રહેશે.
આ વિષમ કાળમાં પણ એવા જિજ્ઞાસુ જીવો હોય છે કે જેઓ મોક્ષમાર્ગની શોધમાં પ્રવર્તતા હોય છે, પરંતુ આ કાળના પ્રભાવના કારણે તેમને મોક્ષમાર્ગ સૂઝતો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫૯ (પત્રાંક-૪૨૨) ૨- એજન, પૃ.૩૫૯ (પત્રાંક-૪૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org