________________
ગાથા-૨
૧૩૧ ગુપ્ત ચાવી રાખ્યા વિના, સર્વ કોઈ આત્માર્થીને લૂંટાય તેટલો લૂંટવા માટે ખુલ્લેખુલ્લો (અગોપ્ય) મૂકી દીધો છે!
આ મહાજ્ઞાનેશ્વરી - મહાદાનેશ્વરી રાજચંદ્ર પોતાના આત્માનો સર્વ “સ્વવૈભવ' કાંઈ પણ ગોપ્ય - ગુપ્ત - ખાનગી - રહસ્યભૂત બાકી રાખ્યા વિના, બાકાત રાખ્યા વિના (without reservation), ગોપવ્યા વિના - છુપાવ્યા વિના પરમ આત્મઉદારતાથી જગજીવોના આત્મલાભાર્થે સર્વ સમર્પિત કરી દીધો છે; પરમ શબ્દબ્રહ્મના ઉપાસનથી, નિgષ યુક્તિના અવલંબનથી, શ્રીસગુરુના અનુશાસનથી, અને તેમાં પણ સર્વોપરિ એવા આત્માના સ્વસંવેદનમય અનુભવથી ઊપજેલો પોતાના આત્માનો સમસ્ત સ્વવૈભવ આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સમર્પણ કરી, આ પોતાના આત્માના અનુભવનું નવનીત જગતમાં સર્વ કોઈ પણ આત્માર્થી આસ્વાદી શકે એવું સર્વજનસુલભ બનાવી દીધું છે.'
આમ, બીજી ગાથામાં શ્રીમદે શ્રી સદ્ગુરુ દ્વારા પોતાને પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગને પ્રકાશવાની ભાવના દર્શાવી છે. વર્તમાન કાળમાં મોક્ષમાર્ગની જે સ્થિતિ પ્રવર્તે છે તેનું અવલોકન કરતાં, તે ઘણો લોપ થયેલો જણાતાં નિષ્કારણ કરૂણાશીલ એવા શ્રીમદ્દનું હૃદય દ્રવી ઊડ્યું, તેથી આત્માથી જીવ મોક્ષમાર્ગની વિચારણા દ્વારા આત્મલાભ ઉઠાવે તે માટે યથાર્થ મોક્ષમાર્ગ નિરૂપણ કરવાનો શ્રીમદે આ ગાથામાં નિર્દેશ કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘વર્તમાન આ કાળમાં, અસત્સંગનું જોર; પંચ મહા વિષથી અરે, છે અંધારું ઘોર. અસગુરુ ઉપદેશ એ, મોક્ષમાર્ગ બહુ લોપ; માને મૂરખ માનવી, સાંભળીએ જેમ પોપ. કોઈ મુમુક્ષુ ભાગ્યથી, આત્મશુદ્ધિ હિત કાજ; વિચારવા આત્માર્થીને, શ્રીમદ્ સદ્ગુરુ રાજ. કરુણાભાવ અત્યંતથી, બોધિબીજ આરોપ; મૂળમાર્ગ જે મોક્ષનો, ભાખ્યો અત્ર અગોપ્ય.૨
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૪ ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા પ-૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org