________________
૧૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અર્થાતુ નિશ્ચયનો દુર્લક્ષ કરે છે, તેથી તેઓ મોક્ષમાર્ગથી ઘણા દૂર છે; તો બીજી બાજુ શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોવાથી વ્યવહારનિરપેક્ષ વર્તે છે, અર્થાત્ વ્યવહારનો દુર્લક્ષ કરે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગથી ઘણા દૂર છે. આ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની પોતાની મતિકલ્પનાએ પ્રવર્તન કરનારા હોવાથી મારું જ સાચું' એમ માનનારા મતાથી છે. સાચો આત્માર્થી હોય તેને મોક્ષમાર્ગના સમ્યક સ્વરૂપનો બોધ થયો હોવાથી તે સાધ્યરૂપ નિશ્ચય અને તેને સાધી આપનાર સદ્વ્યવહારનો સુમેળ કરે છે. નિશ્ચય વાણી સાંભળીને સાધન છોડી દેતો નથી, પરંતુ નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખીને સત્સાધન સેવે છે. આમ, જીવ જ્ઞાન અને ક્રિયાની પરસ્પર મૈત્રી સાધી શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષને અવશ્ય પામી શકે છે.
આવા સહજ, સ્વચ્છ અને સુગમ મોક્ષમાર્ગને ભૂલી એકાંત પક્ષના આગ્રહથી રસ્ત થયેલા ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાની બન્ને પોતપોતાના માની લીધેલા માર્ગથી જ મોક્ષ મળે છે એમ સમજે છે અને હઠાગ્રહથી બીજા પક્ષ પ્રત્યે દુર્લક્ષ કરે છે. આવી રીતે મોક્ષમાર્ગના યથાર્થ ભાન વિના અનંત કાળ વ્યતીત થઈ ગયો છે, પરંતુ આરાધક ભાવ આવ્યો નથી. બાહ્યમાં ગમે તેટલી ક્રિયાઓ કે શાસ્ત્રવાંચન ચાલતા હોય, પરંતુ જો મોક્ષમાર્ગનું ભાન પ્રગટ્યું ન હોય તો સત્સુખની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપનિર્ણયપ્રતીતિ-અનુસંધાન વિના આરાધકપણું આવતું નથી. જેમ જમીન વગર ઝાડ ન ઊગે, તેમ આત્મલક્ષ વિના આરાધક ભાવ આવી શકતો નથી. અત્યંત દુર્લભ એવું સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું હોય, સદ્દાત કાને પડી હોય અને છતાં પરિણમનમાં આત્મા ગૌણ થતો હોય તો તે જીવની મોક્ષમાર્ગે પ્રગતિ થતી નથી. આવા જીવો પ્રત્યે જ્ઞાનીઓને કરુણા ઊપજે છે. શ્રીમદ્ભી નિષ્કારણ કરુણા વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
“જ્ઞાની કહે છે કે જગતના જીવો આત્માની સંભાળ નહિ કરતાં રાગ, દ્વેષ, ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'ની પંડિત શ્રી ટોડરમલજીકૃત ટીકા,
મંગલાચરણ, કડી ૫,૬ (ગુર્જરાનુવાદ)
“કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની, થયા છે સ્વચ્છેદ ન પિછાને નિજ શુદ્ધતા; કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ, આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા; કોઈ વ્યવહારનય - નિશ્ચયના મારગને, ભિન્નભિન્ન જાણીને કરે છે નિજ ઉદ્ધતા; જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા. શ્રીગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, મૂઢ ગ્રહે છે ક્લેશ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org