________________
ગાથા-૪
૧૪૯ તેથી શ્રેયાર્થીઓએ આ સર્વ ક્રિયાઓની નિષ્ફળતાનું રહસ્ય વિચારવું રહ્યું.
જ્યાં સુધી વિચારશૂન્ય રીતે ગતાનુગતિકતાથી ધર્મ થતો હોય અથવા તે ભય કે પ્રલોભનાદિથી પ્રેરિત હોય, ત્યાં સુધી તે ધર્મ જીવનમાં કશું પરિવર્તન લાવી શકતો નથી. લે દેવ ચોખા ને મૂક મારો કેડો'ના ધોરણે ક્રિયાકાંડ કે વ્રત-નિયમ કરીને જીવો ધર્મ કર્યાનો સંતોષ મેળવવા મથે છે, પરંતુ ધર્મ તો પોતાના આંતર-બાહ્ય - સમગ્ર જીવનનું પરિવર્તન માંગે છે એ વિચાર તેમને સ્પર્શતો પણ નથી. તેઓ પોતાનું જીવન એક નિયત ઘરેડ મુજબ પસાર કરે છે. કેવળ ઉપર્યુક્ત આચારપાલન કરીને તેઓ એમ માનતા થઈ જાય છે કે પોતે સાચા મુક્તિપથમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે.
- આવા જીવો વ્રત-નિયમ અને ક્રિયાકાંડનાં બાહ્ય આચરણ સાથે જ ધાર્મિકતાને સાંકળે છે, અર્થાત્ કોનાથી, કેટલી માત્રામાં અને કેવી રીતે બાહ્ય ક્રિયાઓ થાય છે તે ઉપરથી ધાર્મિકતાનું માપ કાઢે છે. બાહ્ય ક્રિયાની વિપુલતાથી અને જપ, તપ કે વત આદિ બાહ્ય પ્રવૃત્તિના આંકડામાત્રથી તેઓ સંતોષ માને છે. પાંચ, અગિયાર, પચ્ચીસ, એકાવન કે એકસો આઠ વગેરે આંકડાઓનું સાંકેતિક મહત્ત્વ અને ગૌરવ છે અને અંતર પરિણતિપૂર્વકનાં વ્રત-તપાદિમાં એ સાંકેતિક સંખ્યા સંવર્ધક અને પૂરક પણ બની શકે છે. પરંતુ મંત્રજાપ, સ્તોત્રપાઠ, નામસ્મરણ, ઉપવાસ, આયંબિલ વગેરેમાં
જ્યાં સંખ્યા ઉપર જ લક્ષ રહે છે, ત્યાં તે ક્રિયાઓનું આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થતું નથી. કેટલી માળા પછી મુક્તિ મળશે? કેટલા ઉપવાસ પછી મુક્તિ મળશે? એ પ્રશ્ન વ્યર્થ છે. ધર્મક્ષેત્રમાં અંતરવૃત્તિનું મહત્ત્વ છે, બાહ્ય ક્રિયાના માપનું નહીં. અંતરમાં ભાવ-અંકુર સ્ફટિત થયો છે કે નહીં, વૃત્તિની સુધારણા થઈ છે કે નહીં - એવા આત્મનિરીક્ષણની આવશ્યકતા સમજ્યા વિના, ભાવશૂન્યતાપૂર્વક બાહ્ય ક્રિયાની ગણતરીમાં જ કૃતકૃત્યતા માનનાર આત્મવિકાસ સાધી શકતા નથી.
આત્મવિકાસને ચિત્તશુદ્ધિ સાથે સંબંધ છે અને ચિત્તશુદ્ધિ અર્થે ચિત્તનું શોધન કરતા રહેવું આવશ્યક છે. ચિત્તનું શોધન એટલે ચિત્તમાં ઊઠતાં વિચારોનું - વૃત્તિઓનું - સંકલ્પોનું અવલોકન, પૃથક્કરણ અને વિસર્જન. આ ચિત્તશોધન અર્થે જ્ઞાનીઓએ અનેકવિધ ક્રિયાઓનો ઉપદેશ આપ્યો છે. ક્રિયાજડ જીવો સામાયિક, પ્રતિક્રમણ, દર્શન, પૂજા, ઉપવાસ આદિ ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે ક્રિયાઓના હેતુની સમજના અભાવે તથા આત્મશુદ્ધિનું લક્ષ ન હોવાથી ચિત્તશોધન કરતા નથી. “આ ક્રિયાઓના સેવનથી મારા આત્મામાં જાગૃતિ કે શુદ્ધિ કેટલી થઈ?', 'શુદ્ધિ થતી નથી તો એનું કારણ શું?' આદિ મુદ્દાઓના આધારે આંતર તપાસ કરવાનો જરા પણ અવકાશ લેતા નથી અને પોતાની મતિકલ્પનાથી હું ધર્મ છું' એમ માનીને બીજાને હું ધર્મ છું' એમ મનાવવા કે દેખાડવા, ભાવધર્મની રુચિ પ્રગટાવવા માટે જરા પણ પ્રયત્ન કર્યા વિના, બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org