Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪
૧૫૧
લા કર
છે.
આત્માના શુદ્ધ ઉપયોગરૂપ પતિની ઉપસ્થિતિ નથી, ત્યાં સુધી તે ક્રિયા આડંબરપૂર્વક સજાવેલી સૂની શયાની જેમ અર્થહીન જ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે –
જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે;
કર્મબન્ધ છે તેહથી રે, નહીં શમસુખ સન્તોષ રે. જેમને આત્માનાં હિતાહિત સંબંધે કોઈ પણ પ્રકારનું જ્ઞાન-ભાન નથી, તેમજ તે સંબંધી જેમણે સ્વયં વિવેક કરવાની કોઈ બુદ્ધિ, શક્તિ પ્રાપ્ત કરી નથી અને તે પ્રાપ્ત કરવાનો લક્ષ પણ નથી; તેવા જડ અજ્ઞાની ક્રિયાવાદીઓ જે જે ધર્માનુષ્ઠાનો કરે છે, તે દ્વારા તેમને કોઈ ગુણ પ્રાપ્ત થતો નથી, પરંતુ ઊલટાનું તેમનામાં વિષય-કષાયાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. તેઓ તીવ્ર સંકલેશભાવ કરીને, વિશેષ પ્રકારે કર્મોનો બંધ કરીને ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અત્રે એ ધ્યાન રાખવું ઘટે છે કે અહીં ક્રિયાનો નિષેધ બતાવ્યો નથી, પણ આત્મોપયોગની ઉપસ્થિતિ વિનાની ક્રિયા નિરર્થક બતાવી છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે ક્રિયાની નિરર્થકતા બતાવતાં કથનો સાંભળી જીવ સ્વછંદી બની, પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે, તેથી તેવાં કથનો વાંચવા-સાંભળવાં યોગ્ય નથી; તો તેનું સમાધાન એ છે કે સાકર ખાવાથી ગધેડો મૃત્યુ પામે તો તેથી સર્જન કંઈ સાકર ખાવાનું છોડે નહીં, તેવી જ રીતે જો અજ્ઞાની જીવ તત્ત્વની વાત સાંભળીને આચારભ્રષ્ટ થઈ જાય તો તેથી કંઈ તત્ત્વનો અભ્યાસ છોડાય નહીં. વળી, અધ્યાત્મગ્રંથોમાં સ્વચ્છંદી થવાનો ઠેકાણે ઠેકાણે નિષેધ કરવામાં આવ્યો છે, તેથી જ તેને બરાબર વાંચ-સાંભળે છે તે સ્વચ્છંદી થતો નથી, પરંતુ ક્રિયાઓમાં આત્મલક્ષ જોડે છે. છતાં એકાદ વાત વાંચી-સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી બાહ્ય ક્રિયાઓ છોડી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથકર્તાનો દોષ નથી, પણ તે જીવનો જ દોષ છે. અધ્યાત્મગ્રંથોના ગેરઉપયોગથી કોઈ સ્વદી થાય તો તે પહેલાં પણ મિથ્યાદષ્ટિ હતો અને વર્તમાનમાં પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. એટલું નુકસાન થશે કે તે સુગતિમાં ન જતાં કુગતિમાં જશે. પરંતુ અધ્યાત્મ-ઉપદેશ ન થતાં ઘણા જીવો મોક્ષપ્રાપ્તિથી વંચિત રહે છે અને એમાં ઘણા જીવોનું ઘણું અહિત થાય છે, તેથી અધ્યાત્મના ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે, છતાં કોઈને નુકસાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો નિષેધ ન કરાય; તેમ અધ્યાત્મ-ઉપદેશ થતાં ઘણા જીવોને યથાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ સ્વરૂપલક્ષ જોડવાને બદલે શુભ ક્રિયા છોડી અશુભ ક્રિયામાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મ-ઉપદેશનો નિષેધ ન કરાય. અધ્યાત્મ-ઉપદેશના નિષેધથી ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૦, કડી ૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org