________________
ગાથા-૩
૧૪૩ ઇચ્છાની સંભાળ કરે છે; વળી તેઓ આત્માની રુચિ કરતાં આત્માના નામે બીજું કરી રહ્યા છે, એમ દેખીને શ્રીમદ્ કહે છે કે “કરુણા ઊપજે જોઈ' એટલે કહે છે કે ઉઘાડા દીવા ઉપર પતંગિયા ધસી આવે તેમ જગતના જીવો ઉન્માર્ગે ધસી રહ્યા છે તેની દયા આવે છે.૧
આમ, અજ્ઞાનમાર્ગને અનુસરતા અને તેમાં જ પોતાનું કલ્યાણ માનતા જીવોની દશા જોઈ શ્રીમને અત્યંત કરુણા ઊપજે છે અને તેવા જીવોનું કલ્યાણ કરવાનો ભાવ તેમને ફુર્યો છે. આ ભાવોને કાર્યાન્વિત કરતાં શ્રીમદે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સુગમપણે સમજાય એવી રસપ્રદ શૈલીથી આ બે પ્રવાહનું સ્વરૂપ, તેનાં કારણો તથા તે કારણોને ટાળવાના ઉપાયો વિષે માર્ગદર્શન આપી આ કાળના જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. શ્રીમદે સમાજ અંતર્ગત પ્રવતી રહેલા આ બે પ્રવાહોનો પ્રસ્તુત ગાથામાં માત્ર નામનિર્દેશ કર્યો છે અને તેનાં લક્ષણો ચોથી અને પાંચમી ગાથામાં બતાવ્યાં છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, ગાડર જેમ પ્રવાહ; અંધ પરંપર ચાલતો, છૂટે ન વિપરીત રાહ. તેમ વળી કળિયુગ વિષે, શુષ્કજ્ઞાનમાં કોઈ; મહા મોહ પરવશ થકી, અભિમાની અતિ હોઈ. એકાંતે અવિવેકથી, પ્રવૃત્તિમય અજ્ઞાન; માને મારગ મોક્ષનો, સ્વચ્છેદથી વિણ ભાન. સહુ સાધન બંધન તણું, ભોગવતાં દુ:ખ હોય; સમજ નહીં તે ટાળવા, કરુણા ઊપજે જોઈ.”
૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૦ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૯-૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org