________________
૧૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જીવ અનેક વખત ભણ્યો છતાં તેનું કાર્ય સિદ્ધ ન થયું. ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ લખે છે કે –
આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબવિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો.૧
અહીં ગણિશ્રીએ જણાવ્યું છે કે ભવભ્રમણ કરતાં કરતાં ક્યારેક માનવભવમાં જીવે આવશ્યકાદિ દ્રવ્યક્રિયાઓ લોકોપચારથી કરી પણ હશે, એટલે કે વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાનવાળી ક્રિયાઓ કરી હશે, તેમજ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શાસ્ત્રોનો કંઈક અભ્યાસ પણ કર્યો હશે, પરંતુ સત્તાગત આત્મધર્મની શુદ્ધ રુચિ (શ્રદ્ધાન) વિના તેમજ આત્મગુણના આલંબન વિના માત્ર બાહ્ય ક્રિયા વડે કે કોરા શાસ્ત્રાભ્યાસ વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થયું નથી.
ક્રિયાજડ જીવો બાહ્ય ક્રિયાઓ કરવાને જ મોક્ષમાર્ગની આરાધના માને છે, પરંતુ આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વર્ગાદિ સાંસારિક ફળની પ્રાપ્તિ થાય છે, જ્યારે મોક્ષમાર્ગની આરાધના તો હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું' એ જાગૃતિપૂર્વક ક્રિયા કરવાથી સધાય છે. જે ધર્મક્રિયા કરવાથી અંતરમાં શાંતિનું વદન થાય તે ક્રિયા સત્યાર્થ છે, તે સિવાયની અન્ય ક્રિયાઓ અસત્યાર્થ છે. આમ, ફળની અપેક્ષાએ સર્વ ક્રિયાઓ બે પ્રકારની છે. એક સાચી શાંતિયુક્ત છે અને બીજી તેનાથી નિરપેક્ષ છે કે જે માત્ર ભાવુકતા અને સાંપ્રદાયિકતા ઉપર આરૂઢ થઈ છે. સાધકનું કર્તવ્ય છે કે તેણે સાવધાન રહીને તે બન્ને વચ્ચે વિવેકયુક્ત પસંદગી કરવી, જેથી ઓઘસંજ્ઞાએ કે લોકરૂઢિમાં ચાલતી ક્રિયાઓમાં શુદ્ધ ક્રિયાનો ભ્રમ પેદા ન થાય અને પુરુષાર્થ નિષ્ફળતાની દિશામાં પ્રવાહિત ન થાય. પરંતુ ક્રિયાજડ તો યથાર્થ સમજણ અને રુચિ વિના ધર્મપ્રવૃત્તિ કર્યા કરે છે. દીર્ઘ કાળ પર્યત જપ-તપ, દેવ-ગુરુભક્તિ વગેરે કરે, પરંતુ હજી સુધી એવું શું કરવા યોગ્ય બાકી રહી જાય છે કે જેના કારણે મોક્ષમાર્ગમાં તેની પ્રગતિ થતી નથી તથા પરિણામમાં એવું શું વર્તી રહ્યું છે કે જે આત્મકલ્યાણમાં અવરોધરૂપ છે તેનું ક્રિયાજડને ભાન નથી હોતું. તાત્પર્ય એ છે કે સર્વ ક્રિયાઓ દ્વારા ચિત્તવૃત્તિનિરોધનું લક્ષ્ય સિદ્ધ થતું રહેવું જોઈએ. અંતરમાં રાગ-દ્વેષ ચાલુ રહે અને બહાર ક્રિયા થતી રહે તો તે યથાર્થ ક્રિયા નથી. અનેક બાહ્ય ક્રિયાકાંડોમાં રત હોવા છતાં, ચિત્તવૃત્તિ ક્લેશિત હોવાથી ક્રિયાજડના અંતરમાં ધર્મનો પ્રવેશ થતો નથી. આવા ક્રિયાજડ જીવો વિષે શ્રીમદ્ પ્રકાશે છે કે –
એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે', એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતાં નથી. આવા જીવોને “ક્રિયાવાદી' અથવા ૧- ગણિ શ્રી દેવચંદ્રજીરચિત, શ્રી મહાવીર ભગવાનનું સ્તવન, કડી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org