________________
ગાથા-૩
૧૩૭
જ્ઞાનશિયાખ્યા મોક્ષ:, અર્થાત્ આત્મજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન અને આત્મચારિત્રરૂપ સમ્યક્ ક્રિયા - તે બન્નેના સમન્વયરૂપ મોક્ષમાર્ગ છે.
જ્ઞાન અને ક્રિયાનું આવું પારમાર્થિક સ્વરૂપ સમજી તેની સિદ્ધિ અર્થે સાધક દ્રવ્યશ્રુતજ્ઞાન અને દ્રવ્યક્રિયાનો સુમેળ સાધે છે, અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રના અધ્યયન વડે આત્મસ્વરૂપની સમજણ અને રુચિ વધારવાનો અને યમ-નિયમાદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ, પરિણામ આત્મસન્મુખ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. શુદ્ધ આત્માનું લક્ષ અને તેની સતત ભાવના દ્વારા તે આત્મભાવ સાધે છે. તે જે પણ શાસ્ત્રાભ્યાસ તથા ક્રિયાઓ કરે છે, તે આત્મલક્ષે તથા આત્મોપયોગની જાગૃતિપૂર્વક કરે છે. તે શાસ્ત્રાભ્યાસને બુદ્ધિનો વિલાસ અને દ્રવ્યક્રિયાને રૂઢિપાલન બનવા દેતો નથી. તે માત્ર બાહ્ય સાધનોથી સંતુષ્ટ થઈ જતો નથી, પણ પોતાને મોક્ષમાર્ગની યથાર્થ આરાધનામાં પ્રયોજે છે. તેને આત્મભાવના દ્વારા દેહાધ્યાસનું વિસર્જન અને વિરોગથી મુક્તિ પ્રાપ્ત કરવાનું જ એકમાત્ર લક્ષ હોય છે. તેથી શુદ્ધ આત્માનું અનુસંધાન નિરંતર રહે તે માટે જે જે શાસ્ત્રો તથા ક્રિયાઓ ઉપયોગી હોય તેનું તે સેવન કરે છે.
આમ, દ્રવ્યશ્રુતજ્ઞાન અને દ્રવ્યક્રિયાના સમન્વય દ્વારા ઉપયોગને આત્મામાં વાળી, ભાવશ્રુતજ્ઞાન (આત્મજ્ઞાન) અને ભાવક્રિયા(આત્મચારિત્ર)નો સુમેળ સાધી, મોક્ષમાર્ગની યથાર્થ આરાધના દ્વારા સાધક આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિને પામે છે. મોક્ષમાર્ગની આવી યથાર્થ સમજણના અભાવે કેટલાક જીવ મોક્ષમાર્ગની આરાધના કરવાને બદલે મોક્ષમાર્ગની વિરાધના કરી બેસે છે. અજ્ઞાની પોતે કલ્પેલા માર્ગને જ મોક્ષમાર્ગ સમજે છે. કોઈ કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી થઈ ‘ક્રિયાજડ' થઈ રહ્યા છે, તો કોઈ માત્ર શાસ્ત્રજ્ઞાનના આગ્રહી થઈ ‘શુષ્કજ્ઞાની' થઈ રહ્યા છે, એટલે કે કોઈ જીવ જ્ઞાન વિના (સમજ્યા વિના) એકાંત ક્રિયાને જડપણે વળગી રહ્યા છે અને કોઈ જીવ ક્રિયા વિના (તથારૂપ આચરણ વિના) એકાંત જ્ઞાનને જ વળગી રહ્યા છે. તે બન્ને પોતપોતાની મતિ અનુસાર કલ્પી લીધેલા માર્ગને મોક્ષમાર્ગ માની બેઠા છે, અર્થાત્ ક્રિયાજડ જીવો જ્ઞાનવિહોણી જડ ક્રિયાને જ મોક્ષમાર્ગ માની બેઠા છે અને શુષ્કજ્ઞાનીઓ ક્રિયાવિહોણા જ્ઞાનને જ મોક્ષમાર્ગ માની બેઠા છે. તે જોઈને શ્રીમદ્ અંતરમાં અત્યંત કરુણાભાવ ૧- જુઓ : (૧) આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૬૮
'णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता ।
असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।।' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, પદ ૩, કડી ૮ (ગુર્જર સાહિત્ય સંગ્રહ,
ભાગ-૧, પૃ.૧૫૩) ક્રિયા બિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બિનુ નાંહી; ક્રિયાજ્ઞાન દોઉ મિલત રહતુ હે, જ્યાં જલ-રસ જલમાંહી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org