Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૩
ગાથા રમાં શ્રીમદે કહ્યું કે દુષમ કાળના પ્રભાવથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ ભૂમિકા
3 આ કાળમાં દુર્લભ થઈ પડી છે, પરમાર્થવૃત્તિનું પ્રાયઃ ક્ષીણપણું થઈ ગયું છે, અર્થાત્ મોક્ષમાર્ગનો બહુધા લોપ થઈ ગયો છે; તોપણ જે જીવ આત્મકલ્યાણ કરવા ઇચ્છે છે તેને વર્તમાન કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી સંભવે છે, કારણ કે આ કાળમાં પણ મોક્ષમાર્ગનો સદંતર ઉચ્છેદ થયો નથી. તેથી શ્રીમદે આત્માર્થીને વિચાર કરવા અર્થે, ભુલાઈ ગયેલો મોક્ષનો મૂળમાર્ગ જેમ છે તેમ પ્રગટ કરવાની પ્રતિજ્ઞા કરી છે.
તદનુસાર યથાતથ્ય મોક્ષમાર્ગ પ્રગટ કરતાં પહેલાં મોક્ષમાર્ગ સંબંધી પ્રવર્તતી ભૂલભરેલી માન્યતા અને આચરણા તરફ લક્ષ દોરી, વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ શા માટે લોપ થયેલો દેખાય છે તેનો કરુણ ચિતાર આપતાં આ ત્રીજી ગાથામાં શ્રીમદ્ કહે છે –
“કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; | ગાથા
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. (૩) કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; -1 એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. (૩)
વર્તમાન કાળમાં મોક્ષમાર્ગની લુપ્તપ્રાયઃ સ્થિતિનું દર્શન કરાવતાં શ્રીમદે ભાવાર્થ
નિષ્કારણ કરુણાથી આ ગાથામાં ધર્મારાધન કરતા હોવા છતાં મોક્ષમાર્ગને ભૂલેલા જીવોના બે પ્રકાર દર્શાવ્યા છે. તે જીવોને શ્રીમદે 'ક્રિયાજડ’ અને ‘શુષ્કજ્ઞાની' તરીકે ઓળખાવ્યા છે – (૧) ક્રિયાજડ જીવો
| ‘ક્રિયાજડ' શબ્દ ‘ક્રિયા' અને 'જડ' એમ બે શબ્દોનો સમાસ છે. અહીં ‘જડ'નો અર્થ ચેતનારહિત નહીં, પણ અજ્ઞાનયુક્ત થાય છે. ક્રિયાનો હેતુ, તેનો અર્થ આદિ કાંઈ પણ સમજ્યા વગર જેઓ માત્ર યંત્રવત્ બાહ્ય ક્રિયા કર્યા કરે છે અને તેમાં કૃતકૃત્યતા માની તેને જ મોક્ષમાર્ગ સમજે છે તેવા બહિર્દષ્ટિ જીવોને ક્રિયાજડ કહ્યા છે. જેમ છરી જડ હોવાના કારણે તેના વડે કેરી સમારતાં તેને મીઠાશનો અનુભવ નથી થતો, મરચાં સમારતાં તેને તીખાશનો અનુભવ નથી થતો અને કારેલાં સમારતાં તેને કડવાશનો
'અર્થ' એમ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org