________________
૧૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. પ્રભાવક પુરુષોના અભાવે જીવોમાં શિથિલતા વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. નાની નાની વાતમાં મતભેદ પડતાં જોવામાં આવે છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર થઈ ગયા છે, એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા પણ રહી નથી. ઘણા કાળનો પરિચય થયા પછી પણ મૂળમાર્ગ પ્રત્યે સન્મુખતા થવી કઠિન પડે એવી દુરાગ્રહાદિ જડપ્રધાનદશા વર્તે છે. ઘણાખરા ઉપદેશકોને પણ પ્રાયઃ મૂળમાર્ગનો લક્ષ નથી. મૂળમાર્ગની વાત સાંભળવા પણ મળતી નથી. આમ, આ ક્ષેત્રે, આ કાળમાં મોક્ષનો સત્ય માર્ગ લગભગ ભુલાઈ ગયો છે, અર્થાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બહુ દુર્લભ થઈ પડી છે અને તેથી આ કાળ દુષમ કાળ તરીકે ઓળખાય છે. આ કાળને દુષમ કહેવાનું મુખ્ય કારણ છે આ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિનાં કારણોની દુર્લભતા. આ દુષમ કાળની કરુણ સ્થિતિનું તાદશ ચિત્ર શ્રીમદે મુમુક્ષુઓને લખેલા પત્રોમાં ઠેર ઠેર જોવા મળે છે. તે પત્રોમાં પરમાર્થમાર્ગની હાનિનાં મુખ્ય કારણો આ પ્રકારે વર્ણવેલાં છે – (૧) પૂર્વે જેમણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે એવા આરાધક જીવો ઘણું કરીને આ કાળમાં અત્રે દેહ ધારણ કરતા નથી. પૂર્વના આરાધક જીવો અલ્પ સંખ્યામાં હોવાથી સત્સંગની પરમ હાનિ થઈ છે અને તેથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુલભ રહી નથી. (૨) જીવોમાં પ્રાય: પૂર્વનું આરાધકપણું નહીં હોવાના કારણે વર્તમાનમાં મોક્ષમાર્ગની રીતિ પણ સમજવામાં આવી ન હોવાથી, અનારાધનીય માર્ગને આરાધનીય માર્ગ માની લઈ જીવ પ્રવૃત્તિ કરે છે. (૩) પરમાર્થપ્રાપ્ત એવા પુરુષની પ્રાપ્તિ ન થવાથી અથવા તો પ્રાપ્તિ થવા છતાં સત્સમાગમ નિરંતર અને વિશેષપણે ન રહેવાથી પરમાર્થની દઢતા થતી નથી. સદ્ધર્મનો યોગ સપુરુષ વિના હોય નહીં અને પુરુષનાં દર્શનની અને જોગની અપ્રાપ્તિના કારણે મુમુક્ષુતા ટકવી પણ અસંભવિત બને છે. (૪) આરંભ-પરિગ્રહના વિશેષ વધવાપણાના કારણે જીવની પાત્રતા હણાય છે. વર્તમાનમાં અસત્સંગ અને અસત્મસંગની વિશેષતા હોવાથી જીવને સગુરુ આદિની ઓળખાણ દુષ્કર થઈ પડે છે અને ઘણું કરીને અસદ્દગુરુ આદિને વિષે સત્ય પ્રતીતિ ધારી જીવ ત્યાં જ રોકાઈ રહે છે. (૫) ક્વચિત્ સત્સમાગમનો યોગ બને તોપણ શિથિલપણાના કારણે કે મંદ વીર્યાદિના કારણે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ કરી શકતો નથી અથવા સમજી શકતો નથી; અથવા તો અસત્સમાગમ આદિથી કે પોતાની મતિકલ્પનાથી મિથ્યાને સત્ય માની બેસે છે. ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૧૫૭, ૧૭૬, ૧૮૨, ૧૯૮, ૨૨૨, ૨૪૬,
૨૪૯, ૨૭૫, ૨૯૧, ૪૨૨, ૪૩૩, ૪૫૩, ૫૦૪, ૭૦૮ ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org