________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
(૨) ‘ત્મિસિદ્ધિશાસ્ત્ર' - મહોપાધ્યાય શ્રી ચંદ્રપ્રભસાગરજી
શ્રી ચન્દ્રપ્રભ ધ્યાન નિલયમ્, ઇન્દોર તરફથી “સંવધિ-સૂત્ર ગૌર માત્મસિદ્ધિશાસ્ત્ર' નામની પુસ્તિકા અંતર્ગત મહોપાધ્યાય શ્રી ચંદ્રપ્રભસાગરજી રચિત હિંદી કૃતિ “સંબોધિસૂત્ર' તથા તેઓશ્રી દ્વારા થયેલ શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો હિંદી પદ્યાનુવાદ વિ.સં. ૨૦૫રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનુવાદકશ્રીએ આ પદ્યાનુવાદ આબુક્ષેત્રે વિ.સં. ૨૦૫૧માં કર્યો હતો.
આ સુગમ કાવ્યભાષાંતર મુખ્યત્વે શબ્દાનુવાદ છે. મહદંશે શ્રીમદ્દના શબ્દો જ તેમાં યથાવત્ જાળવી રખાયા છે. એમ છતાં મૂળ કૃતિમાંના અમુક અગત્યના શબ્દો અનુવાદમાં સ્થાન પામી શક્યા નથી, તો અમુક સ્થળે નવા શબ્દો ઉમેરાયા છે. પ્રસ્તુત પદ્યાનુવાદ સરળ અને પ્રવાહી ભાષાશૈલીમાં લખાયો છે, પરંતુ અનુવાદકશ્રીએ ઘણી જગ્યાએ શબ્દો અને કેટલાંક સ્થળે તો ચરણને પણ મૂળ સ્વરૂપમાં જ રહેવા દીધાં છે. તેમાંની એક ગાથા જોઈએ –
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય;
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.' ઉપરોક્ત ગાથા ૬૬નો ભાવાનુવાદ આ પ્રમાણે થયો છે –
‘મી વિકસી સંયોગ રસે, ઉત્પત્તિ નહીં હોત;
नाश नहीं उसका कभी, नित्य अखंडित ज्योत.' પ્રસ્તુત હિંદી પદ્યાનુવાદ એકંદરે સરળ, રસપ્રદ તેમજ પ્રવાહી ભાષાશૈલીમાં થયો હોવાથી તથા આકર્ષક અને સ્પષ્ટ રીતે છપાયો હોવાથી પ્રકાશક સંસ્થાના પરિચિતોમાં અને અનુયાયી વર્ગમાં તથા અન્યત્ર આ પુસ્તિકા દ્વારા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પરિચય, પ્રસાર તથા પ્રભાવ વધશે અને તે સર્વને ચિંતનની ઉચ્ચ સામગ્રી અવશ્ય પ્રાપ્ત થશે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ઉપર્યુક્ત બે હિંદી પદ્યાનુવાદ ઉપરાંત ચાર અન્ય ભાષાંતર પણ હાલ ઉપલબ્ધ છે.
શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ વિ.સં. ૧૯૬૪માં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પ્રથમ વાર સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રકાશન કર્યું હતું, જેમાં તેમણે આપેલ ગુજરાતી અર્થવિસ્તારનો શબ્દશઃ હિંદી ગદ્યાનુવાદ પંડિત ઉદયલાલ કાસલીવાલે કર્યો છે. વિ.સં. ૧૯૭૫(ઈ.સ. ૧૯૧૯)માં જ્યારે શ્રી મનસુખભાઈએ પંડિત બેચરદાસજીકૃત સંસ્કૃત પદ્યાનુવાદ પ્રકાશિત કર્યો હતો, ત્યારે સંસ્કૃત ગાથાનુવાદ સાથે ઉપરોક્ત હિંદી સંસ્કરણ પણ છાપવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org