Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ખાસ્સો શ્રમ પડ્યો હોવાનું જણાઈ આવે છે. માટે જ પ્રાયઃ ભાવાનુવાદનો જ આધાર લેવાયો છે. નવીન શબ્દોની નવીન પ્રકારે ગોઠવણી થતી હોવા છતાં શ્રીમદ્ભો મૂળ આશય ખૂબ સરસ રીતે સચવાયો છે.
પ્રસ્તુત અનુવાદમાં સિદ્ધાંતજ્ઞાન કે વ્યાકરણની કોઈ ક્ષતિ દષ્ટિગોચર થતી નથી. તદુપરાંત મૂળ શાસ્ત્રકર્તાનો આશય ભંગ પામ્યો હોય એવો એક પણ દાખલો જોવા મળતો નથી. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીનું ભાષાપ્રભુત્વ તથા અંતરંગ ભાવધનાઢ્યતાની ચમત્કૃતિ આ ભાષાંતરમાં ઝળકે છે. સરળ અને સંપૂર્ણ કહી શકાય એવા શબ્દાનુવાદની એક ગાથા જોઈએ –
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' ઉપરોક્ત મૂળ ગાથા ૧૩૧ આ પ્રમાણે પદ્યાનુવાદ પામી છે –
By hearing words of view absolute, Let not one give up formal means; Attending to the view absolute,
One should perform all freedom-means.' બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પ્રસ્તુત પદ્યાનુવાદ કેવળ અંગ્રેજી ભાષા જાણનાર જિજ્ઞાસુ વર્ગને પણ ખૂબ ઉપયોગી નીવડે એવો છે તથા અનુવાદકશ્રીની જીવનસાધનાનું સુંદર પ્રતિબિંબ પાડનારો બન્યો છે. (૫) શ્રી મનુભાઈ દોશી
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી ભાષામાં છેલ્લામાં છેલ્લો અનુવાદ ઈ.સ. ૨૦૦૦માં રચાયો છે. શીકાગો (અમેરિકા)સ્થિત શ્રી મનુભાઈ દોશીએ આ અનુવાદ સરસ રીતે રચ્યો છે.
પ્રસ્તુત અનુવાદમાં પ્રથમ આંગ્લ લિપિમાં મૂળ ગાથા અને તે પછી તરત તેનો અંગ્રેજી અનુવાદ આપવામાં આવેલ છે. દરેક ગાથાનો અનુવાદ માત્ર બે જ લીટીમાં સંપન્ન થયો છે અને તે પણ મહદંશે પંક્તિ અનુસાર રચી શકાયો છે, અર્થાતુ એક નિર્ણત પંક્તિનો ભાવ એક નિયત પંક્તિમાં જ સમાવવામાં અનુવાદકશ્રી સફળ રહ્યા છે એ આ અનુવાદની વિશેષતા કહી શકાય.
ઘણી જગ્યાએ પ્રાસ જળવાયો ન હોવા છતાં નવીન શબ્દોનો સુંદર પ્રયોગ તથા યથાતથ્ય શબ્દોની ગોઠવણી દ્વારા પ્રસ્તુત અનુવાદ આહૂલાદક બન્યો છે. તેમાંની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org