________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિષ્કામ ભક્તિભાવે વિવેચનકાર્યમાં સમર્પવી જોઈએ. વિવેચનકારનું મૂળ લક્ષ્ય મૂળ કૃતિના સર્જકના ચિત્તમાં રહેલા આશયને સ્પષ્ટપણે સમજાવવાનું હોય છે. જે વિવેચનકાર તે શક્તિ ધરાવતા ન હોય અને તે છતાં જો વિવેચન લખ્યું હોય તો આવી અનધિકૃત ચેષ્ટા વડે મૂળ ગ્રંથ સ્પષ્ટ કરવાને બદલે તેઓ અનેક પ્રકારની ગૂંચવણ ઊભી કરે છે અને એ રીતે મૂળ ગ્રંથકર્તાને અન્યાય કરે છે. જો કે અધ્યાત્મશાસ્ત્ર ઉપર વિવેચન લખતી વખતે પૂર્વાચાર્યોના ગ્રંથોના આધારને સામે રાખીને લખનારાઓને પ્રાયઃ મૂળ વાતથી દૂર જવાનો કે તેની વિપરીત રજૂઆતનો સંભવ ઓછો રહે છે. વળી, વિવેચન કરતાં પહેલાં ગ્રંથકર્તા કેવી આત્મસ્થિતિમાં વર્તતા હતા, તેમની આજુબાજુના સંયોગો કેવા પ્રકારના હતા - એની જાણકારી વિવેચનકર્તાને હોય તો તે ગ્રંથકર્તાના હૃદયનો સાર ખેંચી શકે અને તેથી અર્થની લેશ પણ ક્ષતિ થયા વિના કર્તાના મૂળ ભાવની અખંડિત જાળવણી થાય. તેમ છતાં શબ્દોનો ભાવ ખેંચી વાચકોની આગળ તાત્પર્યાર્થ મૂકવાનું આ કાર્ય અતિ દુર્ઘટ છે. શબ્દોના સીધા અર્થ કરતાં તેનો લક્ષ્યાર્થ અલગ પણ હોય છે, તેથી વિવેચનમાં શબ્દચાતુર્ય કરતાં ભાવને પ્રાધાન્ય આપવાની આવશ્યકતા વધુ રહે છે. ગ્રંથકર્તાના હૃદયાશય પ્રમાણે ભાવાર્થ પ્રકાશવો એ જ વિવેચકનું મુખ્ય કર્તવ્ય છે.
આમ, મૂળ ગ્રંથના રહસ્યને ઉદ્ઘાટિત કરીને જનસામાન્ય સુધી પહોંચાડવાના શુભ આશયથી વિવેચનની રચના થાય છે. આવા શુભ આશયથી આજ પર્યત અનેક વ્યક્તિઓએ પોતપોતાના ક્ષયોપશમ અનુસાર આ ગહન તેમજ ગંભીર અર્થવાળા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ભાવને વધુ સરળ બનાવી, જિજ્ઞાસુ જીવો રસપૂર્વક અધ્યયન કરી, આત્મકલ્યાણ કરે તે માટે તેના ઉપર વિવેચન કર્યા છે. શ્રી અંબાલાલભાઈ, બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, શ્રી કાનજીસ્વામી, શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ડૉ. ભગવાનદાસ મહેતા આદિએ ગહન અર્થોના ઉકેલ માટે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિવરણ કર્યું છે. શ્રીમદ્ભી આ યુગપ્રવર્તક કૃતિ પ્રત્યે તેમને કેવો પરમાર્થપ્રેમ છે, આ પરમપ્રતિભાસંપન્ન ગ્રંથરાજ પ્રત્યેનો તેમનો પ્રેમસિંધુ કેવો ઉલ્લસિત થઈને છલકાયો છે તે તો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં તેમનાં વિવેચનોથી સહૃદયજનોને સુપ્રતીત થવા યોગ્ય છે. શ્રીમની આ અનુપમ અને અદ્વિતીય કૃતિના અર્થ અનેક વિવેચકોના હૃદયમાંથી નીકળે ત્યારે તેની મહત્તા વિશેષ સમજી શકાય એમ છે. સુજ્ઞ વાચકોને એક જ વિવેચનથી સંતોષ ન થાય તેવી આ કૃતિ છે. એકથી વધુ વિવેચનો હોય ત્યાં અર્થની ભિન્નતા સાથે નવીનતા પણ હોય જ અને તેથી જ ઘણાં વિવેચનો હોય તો જુદા જુદા દૃષ્ટિકોણની પ્રાપ્તિ થતાં શ્રીમનું હૃદય અવગાહવાનો પ્રયત્ન કરી શકાય. જો કે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પરિપૂર્ણ ભાવાર્થ તો શ્રીમદ્ પોતે જ જણાવી શકે. સામાન્ય જન તેમના આત્મપરિણત યોગે નીકળેલા શબ્દોનો લક્ષ્યાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org