________________
ગાથા-૧
૧૧૧
ઉપમાને યોગ્ય બીજો પદાર્થ મળતો નથી; તેવી જ રીતે આત્માના આનંદને યોગ્ય બીજી ઉપમા મળતી નથી. જેમ મરચાંની તીખાશનો અનુભવ થઈ શકે છે, જ્ઞાનમાં જાણી શકાય છે; પરંતુ તે તીખાશ યથાર્થપણે જણાવી શકાતી નથી; તેમ આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થઈ શકે છે, જ્ઞાનમાં જાણી શકાય છે પણ વાણીની મર્યાદાના કારણે તે આનંદ વાણીમાં કહી શકાતો નથી. પૌગલિક પદાર્થ હોવા છતાં જો ઘી કે મરચાંનો સ્વાદ ચાખ્યા પછી પણ વાણીમાં પૂરો કહી શકાતો નથી, તો આત્માનો અતીન્દ્રિય આનંદ વાણીમાં કઈ રીતે આવે? આત્માનો એક એક પ્રદેશ આવા અનુપમ, અવર્ણનીય, અખંડ, અમર્યાદિત સુખના સાગરથી પરિપૂર્ણ ભરેલો છે.
જીવને પોતાનું આવું અનંતસુખમય સ્વરૂપ સમજાતાં પરદ્રવ્યો પ્રત્યે મોહબુદ્ધિ કે અહંભાવ થતાં નથી. પરદ્રવ્યની ઓશિયાળાપણારૂપ પરાધીનતા તે માની બેઠો હતો. એ માન્યતા સ્વરૂપની સમજણ થતાં ટળી જાય છે. તેને નિર્ણય થાય છે કે મારા ચૈતન્યસ્વરૂપને પરદ્રવ્ય બગાડી શકતું નથી કે સુધારી શકતું નથી. પરવસ્તુ મને અનુકૂળ કે પ્રતિકૂળ થઈ શકે જ નહીં. મારી સમજણમાં દોષ છે તે ખરી પ્રતિકૂળતા છે. આવો યથાર્થ નિર્ણય થયો હોવાથી હવે શું થશે? સંયોગ થશે કે વિયોગ? સફળતા મળશે કે નિષ્ફળતા? માન મળશે કે અપમાન? આદિ વિકલ્પોની જાળનું જોર હવે તેના અંતરમાં રહેતું નથી; તેથી ચિંતા, આકુળતા, વ્યાકુળતા, ભય, શોકાદિનો પરાભવ થઈ તેના જીવનમાં એક શાંત દશા પ્રગટે છે. તેના રાગ-દ્વેષ ઘટી જાય છે. પરપદાર્થો પ્રત્યે તેને ઉદાસીનતા વર્તે છે. જેમ પુત્રી સગપણ થાય તે પહેલાં મા-બાપના ઘરની વસ્તુઓને પોતાની માને છે, પણ જેવું સગપણ થાય છે કે તેની દૃષ્ટિ ફરી જાય છે અને જ્યાં સગપણ થાય છે તે ઘર અને તે ઘરની વસ્તુઓને પોતાની માને છે. તેવી જ રીતે અજ્ઞાની જીવ દેહાદિને પોતાના માનતો હોવાથી જડ રિદ્ધિ-સિદ્ધિને તે પોતાની માનતો હતો, પણ જેવું અનંત શક્તિના પિડ એવા આત્માની સાથે સગપણ થાય છે કે તમામ જડ વસ્તુઓ પારકી લાગે છે, એઠી અને ફિક્કી લાગે છે. પોતાની શાંતિ તેને સાચી, પરમ, નિજની માલિકીની અને રસમય લાગે છે. તેની દૃષ્ટિ ફરી જાય છે. પરસન્મુખ દષ્ટિ હતી તે સ્વસમ્મુખ થઈ જાય છે. તેની પર સંબંધી ચેષ્ટા બંધ થાય છે, જેના પરિણામે તે દુઃખમાંથી મુક્ત થાય છે અને પરમ આનંદની પ્રાપ્તિ કરે છે. આત્મામાં ઉપયોગ જોડતાં અનંત કાળમાં ક્યારે પણ અનુભવ્યું ન હતું એવા આનંદનું વદન થાય છે. આનંદસ્વરૂપ આત્માનું અવલોકન કરનાર પોતે જ પ્રગટ આનંદસ્વરૂપ થઈને સાક્ષાત્ આનંદરૂપે પરિણમે છે.
આમ, પોતાના સ્વરૂપની સમજણ એ જ સુખનો એકમાત્ર ઉપાય છે. પોતાના સુખનું સાધન પોતે જ છે. જેણે પોતાના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લીધું હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org