________________
ગાથા-૧
૧૦૯ અજ્ઞાની જીવને કોઈ વખત ઘણી આકુળતા થાય છે તથા કોઈ વખત થોડી થાય છે; થોડી આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોકો પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી જ્યાં સુધી આકુળતાનો સભાવ છે ત્યાં સુધી સુખ નથી. તેથી
જ્યાં જ્યાં જીવે સુખ માન્યું છે તે રૂપ, બળ, કુળ, સત્તા વગેરે સર્વ દુઃખરૂપ છે. આકુળતામય હોવાથી તે દુઃખ જ છે. સુખનો સ્વભાવ તો નિરાકુળતા છે અને ઇન્દ્રિયજનિત સુખમાં નિરાકુળતા હોતી નથી; માટે સુખ પ્રાપ્ત કરવાના સર્વે ઉપાયો ઇન્દ્રિયને આધીન હોવાથી જૂઠા છે, આકાશકુસુમવત્ છે. જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં અવ્યાબાધપણું નથી તે સુખ નથી. વાસ્તવમાં ભૌતિક સુખ તે સુખ નથી, સુખાભાસ છે. શ્રીમદ્ લખે છે.
‘હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં.
અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.”
આત્માના સ્વભાવમાં સુખ ભર્યું છે. જેને નિરાકુળ સુખ જોઈતું હોય તેને ચૈતન્યસ્વભાવ સિવાય બીજે કશેથી પણ તે નહીં મળે. પરંતુ આનંદધામ એવા સ્વતત્ત્વનો મહિમા ભૂલીને જીવ પરનો મહિમા કરીને દુઃખી થાય છે. સ્વરૂપનું અજ્ઞાન જ તેના દુ:ખનું કારણ છે. દુઃખ પોતામાં હોય તો દુઃખનું કારણ પણ પોતામાં જ હોવું ઘટે.
તકૂળ સંયોગો દુ:ખનું કારણ નથી, પણ તેમાં થતું જીવનું જોડાણ જ દુ:ખનું કારણ છે. દુઃખની જવાબદારી જીવની પોતાની જ છે. માટે જ જ્ઞાનીઓ સંયોગના દુઃખ કરતાં અજ્ઞાનના દુઃખને મોટું ગણે છે. આ અજ્ઞાને જીવનું ઘોર અહિત કરે છે. હું પરનું કરી શકું, પર મારું કરી શકે' એવા અજ્ઞાનના કારણે જીવ એક ક્ષણમાં અનંત હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનાં પાપોનું સેવન કરે છે. (૧) હું પરદ્રવ્યનું કરી શકું એમ માનવાથી જગતમાં રહેલાં અનંત પરદ્રવ્યોને પરાધીન માન્યાં અને ‘પર મારું કરી શકે એમ માની પોતાના સ્વભાવને પરાધીન માન્યો. આ માન્યતામાં જગતના અનંત પદાર્થોની અને પોતાના સ્વભાવની સ્વાધીનતાનું ખૂન કર્યું, તેથી તેમાં અનંત હિંસાનું મહાપાપ કર્યું. (૨) જગતના બધા પદાર્થો સ્વાધીન છે, તેને બદલે બધાને પરાધીન - વિપરીતરૂપે માન્યા તથા જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું સ્વરૂપ માન્યું-કહ્યું. એ માન્યતામાં અનંત અસત્યના સેવનનું મહાપાપ કર્યું. ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૨ (પત્રાંક-૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org