________________
૧૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે, બહાર નથી. સુખ આત્મામાં છે, સુખ આપનાર ધ્રુવ તત્ત્વ આત્મા પોતે છે, સુખ લેનાર પર્યાય આત્માની પોતાની છે, સુખના પ્રયત્નો પણ બહાર કરવાના નથી, સુખ માટે દ્રવ્યસ્વભાવથી ખસીને બહાર ભટકવા યોગ્ય નથી, પોતાના સુખનું દાન પોતે પોતાને જ આપે એવી શક્તિ આત્મામાં છે, માટે હું પ્રમાદ છોડી જાગૃત થાઉં અને આત્મસ્વરૂપમાં પ્રવેશ કરું. ઉપયોગને અંતરમાં ઊંડે લઈ જઈ અવ્યાબાધ આત્મસુખનો અનિરુદ્ધ આસ્વાદ માણું.'
નિજકાર્ય સિદ્ધ કરવા કૃતનિશ્ચયી બનેલ સાધક સદ્ગુરુએ દર્શાવેલ સદુપાયને પ્રયોગમાં મૂકે છે. સદ્ગુરુની સર્વ આજ્ઞાનું આરાધન કરે છે. સ્વરૂપના અભ્યાસ અર્થે તે વ્યાવસાયિક અને વ્યાવહારિક પ્રવૃત્તિ ઘટાડે છે. સદ્ગુરુના અનુગ્રહથી તેનું જીવન સ્વરૂપાભિમુખ થાય છે અને સ્વભાવની વાતમાં તેને અપૂર્વ રસ જાગે છે. સ્વરૂપની રુચિ-તાલાવેલી અદમ્ય ઝંખનાનું સ્વરૂપ લે છે. સદ્ગુરુની અનંત કૃપાથી જોતજોતામાં તે નિજઘરમાં પ્રવેશ કરે છે. સદ્ગુરુના ઉપદેશનું આરાધન કરતાં કોઈ ધન્ય પળે તેને આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. સગુરુ પાસેથી મળેલ ઉપદેશના આધારે સાધક સત્તાગત સુખશક્તિને પોતાની વર્તમાન દશામાં આત્મસાત્ કરે છે અને અતીન્દ્રિય આત્મસુખ ભોગવે છે. આમ, અનાદિથી દુઃખનું વેદન કરી રહેલ પર્યાયમાં સ્વરૂપસુખનું પદાર્પણ થાય છે.
સગુરુના ઉપદેશ દ્વારા આત્મસ્વભાવ સમજેલા શિષ્યને અપૂર્વ આનંદની પ્રાપ્તિ થતાં સદ્ગુરુ પ્રત્યેના અપાર વિનયથી તેનો આત્મા ઊછળી જાય છે. તે સગુરુના ગુણગામમાં જોડાય છે. તેમના અસીમ માહાભ્યનું વર્ણન પૂર્ણપણે શક્ય નથી, તેથી તે વર્ણન કરતાં તેને સંતોષ થતો નથી. સગુરુનો મહિમા ગાતાં તેને સહજ ભાવે ઊભરા આવે છે. તે સદ્ગુરુના અનંત ઉપકારને વ્યક્ત કરતાં કહે છે કે “અહો પ્રભો! આ પામરને આપે જ જ્ઞાન અને આનંદનાં દાન દીધાં..... આપ જ મારી આંખ છો.... મારા આનંદને ભૂલીને અનંત કાળથી સંસારમાં રખડતો હતો, તે પરિભ્રમણથી છોડાવી આપે જ મને આનંદ આપ્યો..... હજુ અનંત કાળ પર્યત ભવભ્રમણનાં જે દુઃખ ભોગવત, તે દુઃખોથી આપે જ મને બચાવ્યો છે. હે નાથ! આપના અનંત ઉપકારનો બદલો કઈ રીતે વાળું? પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું.....'
આમ, આ ગાથામાં જેમની અનન્ય કૃપાના બળે શ્રીમદ્ નિજ શુદ્ધાત્મસ્વરૂપને સમજ્યા અને એ સહજાત્મપદની અનુભવપૂર્વકની પ્રતીતિથી દુઃખોની ચિર પરંપરામાંથી મુક્ત થઈ શક્યા, તે પરમ ઉત્કૃષ્ટ ઉપકાર કરનાર કૃપાસિંધુના શ્રીચરણોમાં શ્રીમદ્ અત્યંત ઉલ્લસિત પરિણામથી અહોભાવપૂર્વક નમસ્કાર કરે છે.
મંગલાચરણરૂપ આ ગાથા વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org