________________
ગાથા-૨
૧૨૫ પૂંછડા પાસે પાતળો હોય છે અને મુખ તરફ જતાં જાડો થતો જાય છે, તેમ કાળ જ્યારે પૂંછડાથી મુખ તરફ ફરે ત્યારે તે ઉત્સર્પિણી કાળ સમજવો અને કાળ જ્યારે મુખ બાજુથી પૂંછડા તરફ ફરે છે ત્યારે તે અવસર્પિણી કાળ સમજવો; એટલે કે ઉત્સર્પિણી ક્રમશઃ વિકાસની પ્રક્રિયા છે અને અવસર્પિણી ક્રમશઃ હાસની પ્રક્રિયા છે. ઉત્સર્પિણી વધવાનું નામ છે અને અવસર્પિણી ઘટવાનું નામ છે. ઉત્સર્પિણીના છ આરામાં પ્રાણીઓનાં બળ, આયુ, શરીર આદિનાં પ્રમાણ, સંઘયણ, સંસ્થાન તથા શુભ ભાવો ક્રમશઃ વધતાં
અને અવસર્પિણીના છ આરામાં એ જ ક્રમથી ઘટતાં જાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રત્યેકનો કાળ દસ દસ કોડાકોડી સાગરોપમ છે. આ પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણી મળીને વીસ કોડાકોડી સાગરોપમનો એક કલ્પકાળ થાય છે. આ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના છ છ આરારૂપ છ છ ભાગ છે. ઉત્સર્પિણી કાળના છે ભાગ આ પ્રમાણે છે – (૧) દુષમાદુષમા, (૨) દુષમા, (૩) દુષમાસુષમા (૪) સુષમાદુષમા, (૫) સુષમા, (૬) સુષમાસુષમા; અને આ જ પ્રમાણે અવસર્પિણી કાળના પણ છ ભાગ છે – (૧) સુષમાસુષમા, (૨) સુષમા, (૩) સુષમાદુષમા, (૪) દુષમાસુષમા, (૫) દુષમા, (૬) દુષમાદુષમા. આ છએ આરાઓમાં સુખ-દુ:ખની સ્થિતિ એનાં નામ પ્રમાણે જ હોય છે. અહીં સુખ શબ્દ લૌકિક સુખ(ભોગ)ના અર્થમાં વપરાયો છે. સુષમાસુષમામાં સૌથી વધારે સુખ હોય છે, જ્યારે દુષમાદુષમામાં દુઃખ જ દુઃખ હોય છે. અવસર્પિણી કાળનો ઘટતો ક્રમ આ પ્રમાણે છે – ૧- શાસ્ત્રમાં સાગરોપમનો કાળ નીચે પ્રમાણે દર્શાવ્યો છે -
સાગરોપમની સમજ આ પ્રમાણે છે. એક યોજન લાંબા, પહોળા અને ઊંડા પ્રમાણવાળા એક પલ્ય - કૂવામાં, દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના સાત દિવસના ઘેટાના એક આંગળ માપના એક એક વાળના ૨૦,૯૭, ૧૫૨ કટકા કરીને, તેને ઠાંસી ઠાંસીને એવા ભરવા કે તે કૂવા ઉપર થઈને ચક્રવર્તીની સેના ચાલી જાય તોપણ ખબર પડે નહીં. ગંગાનો પ્રવાહ પણ તેમાં અવકાશ - જગા મેળવી શકે નહીં. એવી રીતે ભરીને પછી તેમાંથી સમયે સમયે એક એક કટકો કાઢવો. જ્યારે તે કૂવો ખાલી થાય ત્યાં સુધીમાં થયેલ કેટલા સમયો તેટલા કાળને બાદર ઉદ્ધાર પલ્યોપમ કહે છે. હવે જે કટકા ભર્યા છે તે એક એક કટકાના બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા જીવના એક શરીરના પ્રમાણવાળા અસંખ્યાત કટકા કરવા અને તે કટકાઓથી ફરી તે કૂવો ભરવો. સમયે સમયે એક એક કટકો કાઢવો. જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે દીપ-સમુદ્રની ગણતરી થાય છે. હવે બાદર ઉદ્ધાર પલ્યોપમના સ્વરૂપમાં બતાવેલ કટકાને સમયે સમયે ન કાઢતાં સો સો વર્ષે કાઢીએ અને જેટલા વર્ષે કૂવો ખાલી થાય તેટલા વર્ષને બાદર અદ્ધા પલ્યોપમ કહે છે અને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સ્વરૂપમાં જણાવેલ કટકાને સો સો વર્ષે કાઢીએ અને જેટલા વર્ષે ખાલી થાય તેટલા વર્ષને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમથી આયુષ્ય મપાય છે. કોડને કોડે ગુણીએ તેને ક્રોડાક્રોડ કહે છે. તેવા દસ ક્રોડાક્રોડ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનો એક સાગરોપમ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org