Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧ ૨૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નાશ પામ્યો નથી, પરંતુ તે કોઈ વિરલાને પ્રાપ્ત થાય છે. ધર્મ બહુ ગુપ્ત વસ્તુ છે. ધર્મનું સ્વરૂપ, મોક્ષમાર્ગનું સ્વરૂપ યથાર્થપણે નહીં સમજાવાના કારણે જ જીવ મતાગ્રહ, કદાહ આદિ ભાવોથી ગ્રસ્ત થાય છે, જેના પરિણામે તેને આત્મલાભ થતો નથી. તેથી દરેક આત્માર્થી જીવ સહેલાઈથી સમજી શકે એવી ભાવના ભાવી, શ્રીમદ્ આ ગહન વિષયને સુગમ શૈલીમાં અત્રે રજૂ કરે છે.
આમ, વર્તમાનમાં લોપ થયેલો મોક્ષમાર્ગ અગોપ્ય રીતે પ્રકાશવો' એ ગ્રંથનો અભિધેય વિષય છે એમ શ્રીમદે અહીં દર્શાવ્યું છે તથા આત્માર્થી જીવને વિચારવા માટે આ રચના કરી છે એમ કહીને શાસ્ત્રનું પરમાર્થપ્રયોજન તેમણે દર્શાવ્યું છે. મોક્ષમાર્ગ વિચારવો એ અનંતર (immediate) પ્રયોજન છે અને મોક્ષમાર્ગ વિચારીને આત્મસિદ્ધિ કરવી એ પરંપર (ultimate) પ્રયોજન છે. વળી, તેઓ જણાવે છે કે આ મોક્ષમાર્ગનો બોધ સદ્ગુરુ દ્વારા સમજી, તેને સાક્ષાત્ અનુભવીને જગતના જીવોનાં કલ્યાણાર્થે તેમણે આ માર્ગ અત્રે પ્રકાશ્યો છે. આમ કહીને શ્રીમદે પૂર્વે થયેલા જ્ઞાનીઓ સાથેનો સંબંધ ગર્ભિતપણે સ્થાપ્યો છે. “અગોપ્ય’ શબ્દ દ્વારા શ્રીમદે સ્વીકાર કર્યો કે અહીં જે માર્ગ જણાવવામાં આવશે તે માર્ગ અનંતા જ્ઞાનીપુરુષો (તીર્થકરો તથા પૂર્વાચાર્યો)એ બતાવ્યો તે જ છે, તેમાં કિંચિત્ પણ જૂનાધિકપણું કે છુપાવવાપણું નથી. આ રીતે ગ્રંથની પ્રમાણભૂતતા પણ સિદ્ધ થાય છે.
દ્રવ્યદ્રષ્ટિએ આ જગત નિત્ય છે તો પર્યાયષ્ટિએ પરિણમનશીલ પણ છે.
જગતમાં એવી કોઈ ગુપ્ત ઈશ્વરીય શક્તિ નથી કે જે આ પરિણમનની નિયામક હોય, તેમ છતાં તે પરિણમન અવ્યવસ્થિત નથી. તેમાં વ્યવસ્થા છે, પણ તેનો વ્યવસ્થાપક નથી; નિયમ છે, પણ નિયંતા નથી. પોતાનાં પરિણમનનો નિયામક પ્રત્યેક દ્રવ્ય પોતે જ છે, તેમાં કાળદ્રવ્ય નિમિત્તરૂપ છે.
કાળચક્ર એ વસ્તુતઃ કોઈ ચક્ર નથી, પરંતુ સમય પરિવર્તનશીલ છે તે સમજાવવા માટે વ્યવહારથી તેને “ચક્ર' કહેવાય છે. ગાડાનું પૈડું ફરે તેમ કાળચક્ર પણ ફરે છે. કાળચક્રના આ પરિવર્તનમાં સ્વાભાવિક ચડ-ઊતર થાય છે, જેને જૈન પરિભાષામાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના નામથી ઓળખવામાં આવે છે. એક ઉત્સર્પિણી કાળ વીતે પછી અવસર્પિણી કાળ શરૂ થાય છે. તે વીતતાં ફરી ઉત્સર્પિણી કાળ આવે છે. આમ, કાળચક્ર સતત ફર્યા કરે છે. આજ સુધી આવાં અનંત કાળચક્ર થઈ ગયાં અને ભવિષ્યમાં અનંત થશે.
ઉત્સર્પિણી એટલે ઉત્ (ઊંચે) + સર્પિણી (સરકતો જતો), અર્થાત્ ઉત્તરોત્તર ચડતો કાળ તે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી એટલે અવ (નીચે) + સર્પિણી (સરકતો જતો), અર્થાત્ ઉત્તરોત્તર નીચે પડતો કાળ તે અવસર્પિણી કાળ. જેમ સર્પ
(વિશેષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org