Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેથી શ્રીમદ ભગવંત' શબ્દ દ્વારા આત્માની પૂર્ણ શુદ્ધ દશાનું સૂચન કરી અમોક્ષવાદનું નિરસન કર્યું છે. (૬) છઠ્ઠ પદ - મોક્ષનો ઉપાય છે'. ગાથામાં “સમજાવ્યું તે પદ નમ્' શબ્દો દ્વારા મોક્ષનો ઉપાય સિદ્ધ થાય છે. જે કરવાથી સંસારની વૃદ્ધિ થાય તે સંસારમાર્ગ છે અને જે કરવાથી સંસારમાર્ગ નષ્ટ થાય તે મોક્ષમાર્ગ છે. જો સંસારમાર્ગથી વિપરીત દિશામાં પુરુષાર્થ કરવામાં આવે તો તે મોક્ષ મેળવવાનો યથાર્થ ઉપાય છે. અનાદિ કાળથી જીવ પરિભ્રમણ કરી અનંત દુઃખ પામ્યો છે અને તે દુઃખનું મૂળ કારણ સ્વરૂપસમજણનો અભાવ છે. સ્વરૂપ વિષેના અજ્ઞાનના કારણે તે કર્મબંધ કરે છે અને તેના ફળસ્વરૂપે તે અનંત દુઃખ પામે છે. આમ, “સ્વરૂપ સમજ્યા વિના' એ શબ્દોથી આત્માનું કર્મકર્તાપણાપૂર્વક ભોક્તાપણું છે એમ બતાવ્યું. આના ઉપરથી ફલિત થાય છે કે કર્મબંધના કારણના પ્રતિપક્ષનું સેવન કરવાથી, અર્થાત્ સ્વરૂપની સમજણથી કર્મબંધથી છૂટવારૂપ મોક્ષ થાય છે. સ્વરૂપસમજણ એ કર્મબંધથી છૂટવારૂપ મોક્ષનું કારણ હોવાથી સ્વરૂપની સમજણ-પ્રતીતિ-સ્થિરતા તે મોક્ષનો ઉપાય છે. જીવને અનાદિ કાળથી પોતાના સ્વરૂપ વિષેની ભ્રાંતિ હોવા છતાં સ્વરૂપબોધની પ્રાપ્તિ થતાં તે ભાંતિ ટળી શકે છે. શ્રી સગુરુ ભગવાન દ્વારા આત્માના સ્વરૂપનું ભાન થવાથી અજ્ઞાન ટળે છે, તેથી તેઓ મોક્ષનું અનન્ય નિમિત્તકારણ છે. જીવ જ્યારે સદ્ગુરુ દ્વારા પોતાનું સ્વરૂપ સમજે છે ત્યારે તે મોક્ષમાર્ગમાં આવે છે અને ક્રમશઃ પરમ શ્રેયને પ્રાપ્ત કરે છે. આમ, સ્વરૂપની સમજણ તે જ મોક્ષનો ઉપાય છે અને એ સ્વરૂપની સમજણ શ્રી સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થતી હોવાથી સમસ્ત મોક્ષમાર્ગ, મૂર્તિમાન મોક્ષસ્વરૂપ શ્રી સદ્દગુરુને આધીન છે એમ અહીં ગર્ભિતપણે દર્શાવ્યું છે. શ્રીમદે “સમજાવ્યું' શબ્દ દ્વારા ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ મોક્ષમાર્ગનું પ્રકાશન કરી, મોક્ષના ઉપાયનો નિષેધ કરનારું મોક્ષાનુપાયવાદનું નિરસન કર્યું છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ પ્રથમ ગાથાના પ્રત્યેક શબ્દનું અને તે શબ્દોના વિવિધ અર્થોનું વિશ્લેષણ કરતાં તેમાં આત્માનાં છ પદનું સૂચન અને તે પ્રત્યેકના પ્રતિપક્ષીવાદનું નિરસન જોવા મળે છે. કોઈકને પ્રશ્ન થાય કે શું શ્રીમદે આ ગાથાની રચના વખતે આત્માનાં છએ પદને અને પ્રતિપક્ષીવાદના નિરસનને વણી લેવાનો વિચાર કર્યો હશે? આ સંબંધી કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી, પરંતુ એટલું ચોક્કસ નિશ્ચિત છે કે જ્યારે જ્ઞાનીઓ દ્વારા સહજ ઉદ્ગારરૂપે શબ્દરચના થાય છે ત્યારે તેમના અહોરાત્ર ચિંતનનું રસાયણ અનાયાસે તેમાં આવી જાય છે અને જ્યારે તેનું વિવરણ કરવામાં આવે છે ત્યારે આવાં રહસ્યો ખૂલે છે.
જે સદ્દગુરુ ભગવાનના નિમિત્તે શ્રીમદ્ પોતાનું જ્ઞાનાનંદમય આત્મસ્વરૂપ સમજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org