________________
ગાથા-૧
૧૦૭
ઇષ્ટ છે, એનાથી મને સુખ મળે છે' એવો જે રાગ જીવ કરે છે, તે રાગનો જ સ્વાદ તેને આવે છે. અજ્ઞાનવશ આત્મા વિકારી પર્યાયને આનંદની પર્યાય માને છે. અજ્ઞાની જીવને પરમાં સુખબુદ્ધિ - આધારબુદ્ધિ હોવાથી તેનાં જ્ઞાન-વીર્ય પરમાં રોકાયેલાં રહે છે. તે ભાતિગતપણે એમ માને છે કે હું પરમાં મારી ઇચ્છાનુસાર ફેરફાર કરી શકું છું અને પરની અમુક અવસ્થાથી મને સુખ મળે છે, તેથી સુખી થવા માટે પરની જે અવસ્થાથી મને સુખ મળે છે તે મારે ટકાવવી જોઈએ અને પરની જે અવસ્થામાં મને દુ:ખ અનુભવાય છે તે મારે ટાળવી જોઈએ. પરપરિણમનમાં પરિવર્તન લાવવાની આ ઇચ્છાથી જીવની અવસ્થામાં વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. પરદ્રવ્યો જીવની ઇચ્છાથી અન્ય પ્રકારે પરિણમે ત્યારે તેને વ્યાકુળતા થાય છે. આમ, તે પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, પર પાસે અપેક્ષા રાખે છે અને પછી તે પૂરી ન થતાં સંતાપ કરે છે.
આમ, જીવની પર્યાયમાં દુ:ખરૂપી કાર્યની ઉત્પત્તિ થયા કરે છે. આ આકુળતા બે રીતે મટી શકે. કાં તો જીવની ઇચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે અથવા તો “પરમાં હું ફેરફાર કરી શકું છું' એવી માન્યતા ટળે તો આકુળતા મટે. જેમ કે એક માણસ મરી ગયો છે અને બીજો કોઈ માણસ તેને સ્નેહથી ખવરાવવા, પીવરાવવા માંગે છે અને તેની સાથે વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ તે મરેલો માણસ નથી ખાતો, નથી પીતો કે નથી બોલતો; તેથી તે બીજો માણસ દુ:ખી થઈ રહ્યો છે. તેનું દુ:ખ મટાડવાનો ઉપાય શું? તેનું દુઃખ ટાળવાના બે ઉપાય જણાય છે - (૧) કાં તો તેની ઇચ્છા પ્રમાણે મડદું ખાય, પીએ, વાતચીત કરે તો તેનું દુઃખ ટળે અને (૨) કાં તો તેને ખવરાવવા વગેરે સંબંધીની તેની ઇચ્છા દૂર થાય તો તેનું દુ:ખ ટળે. વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે પહેલો ઉપાય તો તદ્દન અશક્ય છે, એટલે કે ખરેખર તે ઉપાય જ નથી, કેમ કે મડદું કદી પણ ખાવા-પીવા-બોલવાનું નથી. તેથી જ્યાં સુધી તે માણસ મડદાને મડદા તરીકે નહીં જાણે, ત્યાં સુધી તેનું દુ:ખ કદી પણ મટવાનું નથી. બીજો ઉપાય સ્વાધીન હોવાથી તે ઉપાય જીવ કરી શકે છે. પરંતુ જ્યાં સુધી ‘આ મડદું છે અને તે કદાપિ ખાવા-પીવા-બોલવાનું નથી' એમ તે માણસને વિશ્વાસ ન આવે, ત્યાં સુધી તેને ખવરાવવા વગેરેની ઇચ્છા ટળે જ નહીં; તેથી મડદાનું મડદા તરીકે સાચું જ્ઞાન કરવું તે જ ઇચ્છા ટાળીને શાંતિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. મડદાને મડદા તરીકે જાણતાં તેને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ આવે છે અને તેમ થતાં મડદાને ખવરાવવા વગેરેની તેની ઇચ્છા ટળી જાય છે. ઇચ્છા ટળતાં વ્યાકુળતારૂપ દુઃખ પણ મટી જાય છે.
તેવી જ રીતે અજ્ઞાની જીવે ‘શરીર વગેરે પરદ્રવ્યો સારાં રહે તો મને સુખ થાય' એમ માને છે અને તેથી તેમાં પોતાની ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાઓ અનુસાર પરિવર્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org