________________
ગાથા-૧
૧૦૧
ભવ મળે તો હિતાહિતનો વિચાર કરવાની શક્તિ ન હોવાના કારણે તથા સાંભળેલ દેશના સમજવાની બુદ્ધિથી વંચિત રહ્યો હોવાના કારણે મળેલ પંચેન્દ્રિયપણું વેડફાઈ જાય છે. સંજ્ઞી તિર્યંચ બને તો દીન થઈ પોતે અન્યનો ખોરાક બને કે ક્રૂર બની અન્યને ખાઈ જાય. પંચેન્દ્રિય તિર્યંચ જળચર જીવોમાં માછલાં, મગર, મહામચ્છ આદિ બળવાન નિર્બળને ખાય છે; મચ્છીમારની જાળમાં કે કાંટા વડે માછલાં પકડનારના કાંટામાં ફસાઈને કે હોડીમાં બેસી ભાલા વડે મહામચ્છને હણનારા ક્રૂર જનોથી હણાઈને ઘણા જીવો મરે છે; જીવતાં માછલાંને કેટલાક બાફી ખાય છે; દવાના નામે પણ ઘણાં જળચર પ્રાણીઓના ઘાણ નીકળી જાય છે. નભચર પક્ષીઓને પણ નિરંતર દુ:ખ હોય છે. નિર્બળ પક્ષીઓને બળવાન પક્ષી પકડીને મારે છે; બાજ પક્ષી દિવસે મારી ખાય છે; ઘુવડ આદિ રાત્રે ફરનારાં દુષ્ટ પક્ષીઓ માળામાં સંતાઈને રહેલાં પક્ષીઓને મારી ખાય છે; બિલાડી, કૂતરાં વગેરે પક્ષીઓને મારે છે; પવનની, પાણીની, વરસાદની, ટાઢની ઘોર વેદના ભોગવતાં ભોગવતાં પક્ષીઓ મરી જાય છે. દુષ્ટ મનુષ્યો પક્ષીઓને પકડી વેચે છે, પીછાં ઉખાડી નાખે છે, ચીરે છે, ઊકળતા તેલમાં જીવતાં તળે છે, રાંધે છે. સ્થળચર પંચેન્દ્રિય જીવોમાં મૃગ, સસલાં આદિ અનેક જીવો સદા ભયભીત જ રહે છે; શિકારીથી પકડાઈ કે વીંધાઈને મરણ પામે છે; વાઘ, સિંહ, હાથી જેવાં બળવાન પશુ નિર્બળને ગુફામાં, પર્વતમાં, વૃક્ષમાં, ખાડામાં છાનાંમાનાં સંતાઈ રહ્યાં હોય ત્યાંથી પકડીને મારે છે. પારધી-કસાઈ જેવા ક્રૂર મનુષ્યો યંત્રોથી કે જાળના ઉપાયોથી પશુ-પક્ષીને પકડે છે, મારે છે, વેચે છે, ખાય છે, જીવતાં પ્રાણીઓના પગ કાપીને વેચે છે, જીભ કાપે છે, ઇન્દ્રિયો કાપીને વેચે છે, પૂછડાં કાપીને વેચે છે, મર્મસ્થાન કાપે છે, છેદે છે, તળે છે, રાંધે છે. વળી, ઘોડા, બળદ, ગધેડા આદિ જીવો પાસે મનુષ્યો બહુ કામ કરાવે છે; તેને મારે છે. તેની પીઠ ગળી જાય, માંસ કપાઈને ખાડા પડી જાય, ખાંધ ગળી જાય, નાક નથના કારણે વળી જાય, કીડા પડી જાય, કઠોર ભારથી હાડકાંના ચૂરા થઈ જાય, પગ તૂટી જાય, મહારોગી થઈ જાય, વૃદ્ધ-નિર્બળ થઈ જાય તો પણ તેના ઉપર ભાર લાદવામાં આવે છે. તિર્યંચ જેવું પરાધીનતાનું દુઃખ બીજી કોઈ ગતિમાં નથી. આમ, તિર્યંચ ગતિમાં સર્વત્ર સુધા-તૃષા, શીત-ઉષ્ણતા, છેદન-ભેદન, ભારવહન, વધ, બંધન આદિનાં અનેક દુઃખ નિરંતર સહન કરવાં પડે છે.
તીવ્ર સંક્લેશ પરિણામોના કારણે નરક ગતિ પ્રાપ્ત કરીને જીવ સુદીર્ઘ કાળ પર્યત અવિરતપણે તીવ્ર દુઃખોની પરંપરા ભોગવતો રહે છે. શ્રી તીર્થંકર ભગવાન પણ જે ગતિનાં દુઃખો પૂરેપૂરા વર્ણવી શકતા નથી, એની ઉગ્ન ભયંકરતાની કોઈ સીમા હોઈ શકે ખરી? ત્યાં જીવ ક્ષેત્રવેદના, પરમાધર્મીકૃત વેદના અને અન્યોન્યકૃત વેદના ભોગવે છે. નરકની ભૂમિને સ્પર્શતાં હજારો વીંછી દ્વારા એકસાથે મારેલ ડંખ કરતાં વધુ વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org