________________
૧૦)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્રિયામાં ઘોર દુઃખોથી પીડાય છે. વાયુકાયના જીવ પર્વતનાં કઠણ પડખાં ઉપર નિરંતર પછડાય છે, ચામડાની ધમણ કે ભૂંગળીથી અગ્નિમાં ધમાવાય છે, વીંજણા કે વસ્ત્રથી પટકારાય છે, વૃક્ષોના પછાડાથી અથડાય છે, પછડાય છે - એમ અનેક પ્રકારે દુ:ખસમૂહને વેદે છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં જીવ કપાય છે, છેદાય છે, છોલાય છે, સમારાય છે, રંધાય છે, ચવાય છે, તળાય છે, વધારાય છે, વેચાય છે, ચિરાય છે, વટાય છે, ઘસાય છે, નિચોવાય છે, પિલાય છે, કચરાય છે. આમ, એકેન્દ્રિયમાં જીવ નાના પ્રકારે, પરાધીનપણે ઘોર દુઃખો ભોગવે છે.
એકેન્દ્રિયમાંથી પ્રગતિ પામી જીવને ત્રસપર્યાયમાં જન્મ મળે તે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અત્યંત વિરલ ઘટના છે. જેમ ચિંતામણિ રત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, તેમ ત્રસનો પર્યાય પણ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ તીન્દ્રિય (ઇયળ, અળસિયું વગેરે), ત્રીન્દ્રિય (કીડી, મંકોડા વગેરે) તથા ચતુરિન્દ્રિય(ભમરો, માખી વગેરે)ના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામે છે અને ઘણી વેદના સહન કરે છે. ઇયળ, કીડી આદિ ભૂખનાં માર્યા મુખ ફાડી આહાર માટે દોડતાં ફરે છે; કચરાઈ જાય છે; પિસાઈ જાય છે; પાણીમાં, અગ્નિમાં પડીને મરી જાય છે; પશુનાં પૂંછડાંથી, ખરીથી નાશ પામે છે; ચકલાં ચણી જાય છે; ઘરોળી, સાપ ઇત્યાદિ ખોળી ખોળીને મારે છે; મનુષ્યના નખ, હાથ, પગ આદિથી હણાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે; મળ, કફ આદિમાં પડીને મરી જાય છે; લાકડામાં રહેલી ઇયળો, ઊધઈ વગેરે અગ્નિમાં બળી મરે છે; કરોડો જીવડાં અનાજની સાથે ખંડાઈ જાય છે, શેકાઈ જાય છે, રંધાઈ જાય છે, દળાઈ જાય છે; ફળ, ફૂલ, શાકભાજી, લીલા-સૂકા મેવા, ઔષધમાં વપરાતાં ફૂલ, પાન, છાલને આશરે રહેલાં ઘણાં જીવડાં તથા વાસી રસોઈ, દહીં, દૂધ આદિમાં પડેલા કે ઉત્પન્ન થતા જીવો પણ મરી જાય છે. ચોમાસામાં ઘણા જીવોની ઉત્પત્તિ હોય છે. જમીન જીવડાંથી છવાઈ જાય છે. ઢોરના પગ વડે, મનુષ્યોના પગ વડે, રથ, બળદગાડાં, ગાડી આદિ વડે જીવડાં કચરાઈ જાય છે, છુંદાઈ જાય છે. ક્યાંક તેના પગ કપાઈ જાય છે, ક્યાંક તેનાં માથાં કપાઈ જાય છે, ક્યાંક તેનાં પેટ ફાટી જાય છે. આમ, વિકલેન્દ્રિયના દુર્ભાગી જીવો ભય, સુધા, છેદન, ભેદન આદિનાં અનેક દુઃખો; પાણી, અગ્નિ વગેરે દ્વારા હાનિનાં દુઃખો તથા અન્ય પ્રાણીના ખોરાક બનવા આદિનાં અનેક દુ:ખો ક્ષણે ક્ષણે ભોગવી ત્રસપર્યાય(મહત્તમ ૨૦૦૦ સાગરોપમ)નો મહદંશ વ્યતીત કરે છે.
ક્વચિત્ અકામ નિર્જરા દ્વારા પંચેન્દ્રિય સુધી વિકાસ સધાય તોપણ જો અસંજ્ઞીનો ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજી રચિત, છ ઢાળા', ઢાળ ૧, કડી ૫
દુર્લભ લહિ જ્યોં ચિન્તામણી, ત્યોં પર્યાય લહી ત્રસતણી; લટપિપીલ અલિ આદિ શરીર, ધર ધર મર્યો સહી બહુ પીર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org