________________
ગાથા-૧ એ ચાર વિષયમાંથી એક વિષયનો, કોઈક બે વિષયનો, કોઈક ત્રણ વિષયનો, કોઈક ચાર વિષયનો તો કોઈક એ ચાર ઉપરાંત ગ્રંથના અધિકારી વર્ગનો અથવા અન્ય માહિતીનો પણ નિર્દેશ કરે છે. કેટલીક વાર ગ્રંથકર્તા સ્પષ્ટ શબ્દોમાં અનુબંધ ચતુષ્ટયનો નિર્દેશ કરે છે તો કેટલીક વાર ગર્ભિતપણે વણી લે છે. વળી, કેટલાક ગ્રંથોમાં એક જ શ્લોકમાં આ ચારે વિષય ગૂંથાયેલ હોય છે તો કેટલાક ગ્રંથોમાં આ અનુબંધ ચતુષ્ટય દર્શાવવા એકથી વધુ શ્લોકો પણ પ્રયોજાયા હોય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ, આચાર્યશ્રી સમતભદ્ર સૂરિજી, આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વગેરેના ગ્રંથોમાં આ અનુબંધ ચતુષ્ટયનું સંખ્યાની દૃષ્ટિએ તથા તે ચતુષ્ટયના પ્રકારની દૃષ્ટિએ વૈવિધ્ય જોવા મળે છે. એક જ ગ્રંથકર્તાએ પોતાના એક ગ્રંથમાં એક રીત અપનાવી હોય અને અન્ય ગ્રંથમાં અન્ય રીત અપનાવી હોય એવું પણ જોવા મળે છે. અલબત્ત, અનુબંધ ચતુષ્ટયમાં સૌથી અધિક મહત્ત્વ મંગલનું જ છે એ નિર્વિવાદ છે.
આમ, અનુબંધ ચતુષ્ટય દર્શાવનારી આર્યસંથકારોની પ્રણાલિકા અનુસાર શ્રીમદે પણ પરમાર્થકુશળતાથી આરંભની બે ગાથામાં આ ચાર વિષયોને ગૂંથી લીધા છે. પ્રથમ ગાથામાં મંગલ પ્રકાશ્ય છે અને બીજી ગાથામાં અભિધેય વિષય તથા પ્રયોજન પ્રગટ રીતે પ્રકાશ્યાં છે, જ્યારે સંબંધ ગર્ભિતપણે દર્શાવ્યો છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો આરંભ કરતી વખતે શ્રીમદ્ આર્યપરંપરાના શિષ્ટાચાર અનુસાર પોતાના પરમોપકારી સદ્દગુરુ ભગવાનને નમસ્કારરૂપ મંગલ કરતાં પ્રથમ ગાથામાં કહે છે –
ગાથા
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.” (૧) - અર્થ)
જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે
સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. (૧)
- શ્રીમદે આત્માની મહાગીતારૂપ આ શાસ્ત્રનું ઉદ્ઘાટન “જે સ્વરૂપ” શબ્દ ભાવાર્થી LAST દ્વારા કર્યું છે, જેમાં તેમણે “જે' શબ્દ દ્વારા આત્મા, અર્થાત્ આત્મસ્વરૂપનો નિર્દેશ કર્યો છે. આત્મસ્વરૂપની સમજણનો અભાવ એ જ જીવની મૂળ ભૂલ છે. આત્માનું જે અનંત જ્ઞાન-દર્શન-સુખમય સ્વરૂપ છે, તે સમજ્યા વિના જીવે અનંત કાળથી લક્ષાવધિ યોનિઓમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ ભોગવ્યું છે. સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવું પોતાનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ સમજ્યા વિના, ભાંતિથી કર્મકૃત અવસ્થાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org