Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૮૦
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
“શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવા યોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પૂર્વનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણો લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તો જ્ઞાનીગમ્ય છે, કોઈ સપુરુષના સમાગમે સાંભળીને માન્ય કરવા યોગ્ય છે. પણ જેટલો અર્થ આપણને સમજાય તેટલો સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. ..... બીજી વાતોમાં ખોટી ન થતાં ઘેર, બહાર, કામ ઉપર કે નવરાશમાં જ્યાં હોઈએ
ત્યાં આત્મસિદ્ધિની કોઈ કોઈ ગાથા બોલતા રહેવાની ટેવ રાખી હોય તો તેનો વિચાર કરવાનો પ્રસંગ આવે અને વિશેષ સમજાતું જાય તથા આત્માનું માહાભ્ય પ્રગટ થાય.’
જે કલ્યાણકામી જીવો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નું અધ્યયન, પરિશીલન, ચિંતન, મનન, ભાવન કરશે તેઓ અવશ્ય સન્માર્ગ પામી કલ્યાણ સાધી શકશે. તેનું ઊંડું અવગાહન કરવાથી આત્મજાગૃતિ થયા વિના રહેશે નહીં. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા શ્રીમદે આપેલ દિવ્ય સંદેશ, નિર્મળ ઉપદેશ નિરંતર વિચારવા યોગ્ય છે. કલ્પવૃક્ષ સમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની એકનિષ્ઠાએ ઉપાસના કરવામાં આવે તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ - આત્માની સિદ્ધિ અવશ્ય થાય એમ છે.
શ્રીમદ્ જેવા પરમાર્થ ગિરિરાજ હિમાલયમાંથી પતિતજનપાવની, અધમોદ્ધારિણી, શિવસુખકારિણી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ પવિત્ર ભાગીરથી શીતળ, શાંત અમૃતરસ રેલાવતી પ્રવહી રહી છે અને અનેકાનેક સસાધકોનાં સંસારતાપ, પાપ અને અશુદ્ધિને ટાળી; તેમને નિષ્પાપ, નિર્મળ, શાંત અને શીતળ કરી; સનાતન સુખનિધાનરૂપ મોક્ષની પ્રાપ્તિના માર્ગમાં પ્રગતિ કરાવવા પરમ ઉપકારભૂત બની રહી છે. શ્રીમદ્ભા આ પરમ ઉપકારને શત શત વંદન.
*
*
*
૧- 'ઉપદેશામૃત', પૃ. ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org