Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
મંથનાં વિવેચન અને ભાષાંતર
ભક્તિભાવપૂર્વક આ અનુવાદ કરી આપ્યો છે.
દોહરા છંદમાં રચાયેલ તથા સરળ ભાષા એવમ્ રસપ્રદ શૈલીમાં ગૂંથાયેલ પ્રસ્તુત ભાવાનુવાદ મૂળ કૃતિને યોગ્ય ન્યાય આપી શક્યો છે. મૂળ શાસ્ત્રના શ્રી સહજાનંદઘનજીરચિત પ્રાચીન હિંદી ભાષાના પદ્યાનુવાદના આધારે પ્રસ્તુત પદ્યાનુવાદ સંપન્ન થયો હોવાના કારણે હિંદી ભાષાંતરમાં થયેલ શબ્દના ઉમેરા કે ફેરફાર બંગાળી અનુવાદમાં પણ સ્થાન પામ્યા છે. જો કે બંગાળી ભાષામાં નવીન સંસ્કરણ થયું હોવાના કારણે ભાષાંતરનો આ પ્રયાસ ખરેખર સુંદર તથા સ્તુત્ય બન્યો છે. અનુવાદકશ્રીના વિશાળ અભ્યાસ તથા દીર્ઘકાલીન સત્સાહિત્યસેવાના કારણે અનુવાદમાં કોઈ ગંભીર ક્ષતિ રહેવા પામી નથી.
બંગાળની સાહિત્યરસિક પ્રજાને શ્રીમદ્ભી આ અપ્રતિમ કૃતિનો પરિચય કરાવી, તે પ્રજાના મુમુક્ષુ વર્ગમાં સુવિચારણાની જ્યોત જગાવવા માટે પ્રસ્તુત અનુવાદ ઉપયોગી નીવડે એમ છે.
(V) કન્નડ અનુવાદ (૧) ડૉ. એ. એન. ઉપાધ્ધ અને ડૉ. એમ. એ. જયચંદ્ર | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો કન્નડ ગદ્યાનુવાદ ડૉ. આદિનાથ એન. ઉપાધ્ય દ્વારા સંપન્ન થયો છે. મૈસુર વિશ્વવિદ્યાલયના જૈનવિદ્યા વિભાગના અધ્યક્ષની પદવી શોભાવનાર ડૉ. એ. એન. ઉપાધ્યે સંસ્કૃત, પ્રાકૃત, કન્નડ આદિ ભાષાઓના પ્રકાંડ વિદ્વાન તથા સંશોધનકર્તા હતા. તેઓ માત્ર સૂચિત ભારતીય ભાષાઓના જ નહીં, જૈન અને અન્ય દર્શનો (દર્શનશાસ્ત્રોના પણ મહાવિદ્વાન હતા.
પ્રસ્તુત અનુવાદમાં પ્રથમ મૂળ ગુજરાતી ગાથાઓનું કન્નડ લિપિમાં અવતરણ થયું છે. તત્પશ્ચાત્ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં સમાવિષ્ટ થયેલ શ્રી અંબાલાલભાઈકૃત સંક્ષિપ્ત ગદ્યાર્થનું તથા અમુક ગાથાઓના શ્રીમદ્ દ્વારા થયેલ અર્થવિસ્તારનું અક્ષરશઃ કન્નડ ભાષાંતર સરળ, સુંદર અને રોચક ભાષાશૈલીમાં રજૂ થયું છે.
પ્રસ્તુત અનુવાદનું નવસંસ્કરણ મહારાણી આર્ટ્સ કોલેજ બેંગલોરના વિદ્વાન આચાર્ય ડૉ. એમ. એ. જયચંદ્ર દ્વારા કુશળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે, જે સપ્તભાષી આત્મસિદ્ધિ માં સ્થાન પામ્યું છે. શ્રી પ્રતાપકુમાર ટોલિયાએ આપેલ માહિતી અનુસાર ડૉ. એ. એન. ઉપાધ્યકૃત કન્નડ ગદ્યાનુવાદનું સંકલન ડૉ. જયચંદ્ર પુષ્કળ પરિશ્રમ લઈ ઈ.સ. ૧૯૯૯માં સંપન્ન કર્યું છે, તથા તેને સરળ એવમ્ સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org