Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દ્વારા સંપન્ન થયો છે અને તે શ્રી પ્રતાપકુમાર ટોલિયા દ્વારા સંપાદિત ‘સપ્તભાષી આત્મસિદ્ધિ માં સ્થાન પામેલ છે.
પ્રસ્તુત અનુવાદમાં સરળ ભાષા અને રોચક શૈલી પ્રયુક્ત થયાં હોવાથી વાચકનો રસ જળવાઈ રહે છે અને ઉચ્ચ કોટિની આધ્યાત્મિક કૃતિમાં તેનો પ્રવેશ આફ્લાદક બને છે. તેમાંની એક ગાથા જોઈએ –
ષસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ;
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.” ઉપરોક્ત ગાથા ૪૪નો પદ્યાનુવાદ આ પ્રમાણે થયો છે –
'ह्या षट्पद संक्षेपी सर्वहि षड्दर्शन आलें ।
समजविण्यास परमावति ज्ञानी हे वदले ।।' શાસ્ત્રકર્તાના ભાવને મરાઠી ભાષામાં ઉતારવા માટે અનુવાદકર્તાને શબ્દોની પસંદગીમાં તથા ગોઠવણીમાં સારી એવી બાંધછોડ કરવી પડી છે. મૂળ શાસ્ત્રની એક ગાથાનો અનુવાદ માત્ર એક ગાથા અથવા નિયત પંક્તિઓમાં જ રચાયો નથી, પરંતુ ક્યારેક અમુક ગાથામાં વિષયની સ્પષ્ટતા માટે, તો ક્યાંક વિવેચનરૂપે, તો વળી અમુક સ્થળે એક ગાથામાં મૂળ ગાથાનો ભાવ પૂરેપૂરો સમાઈ શક્યો ન હોવાના કારણે એકાધિક ગાથાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. અમુક મૂળ ગાથાના અનુવાદ સાથે પાઠાંતરનો અનુવાદ પણ કરવામાં આવ્યો છે, તો ક્યાંક મૂળ શાસ્ત્રમાંથી કાઢી નંખાયેલી ગાથાનું આંશિક ભાષાંતર પણ સ્થાન પામેલ છે.
શ્રીમતી પદ્માબાઈ બેડેકરકૃત પ્રસ્તુત મરાઠી ભાવાનુવાદ આકર્ષક અને પ્રવાહી ભાષાશૈલીના કારણે મરાઠી ભાષાના પરિચિતો માટે પઠનીય અને આસ્વાદ્ય બન્યો છે.
(IV) બંગાળી અનુવાદ
(૧) “આત્મસિદ્ધિ શાસ્ત્ર' - શ્રી ભંવરલાલ નાહટા
પશ્ચિમ બંગાળ, કલકત્તાના જૈન વિદ્વાન શ્રી ભંવરલાલ નાહટાકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો બંગાળી પદ્યાનુવાદ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હમ્પી દ્વારા ઈ.સ. ૧૯૯પમાં પ્રકાશન પામ્યો છે. અનુવાદકશ્રી પશ્ચિમ બંગાળ આદિ ક્ષેત્રોમાં જૈન ધર્મના પ્રચારપ્રસારનું તથા સમાજસેવાનું કાર્ય બજાવી રહ્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસી, ગુરુબંધુ અને મિત્ર હોવાના કારણે શ્રી પ્રતાપભાઈ ટોલિયાએ તેમને “સપ્ત-ભાષી આત્મસિદ્ધિ' માટે બંગાળી અનુવાદ કરી આપવા વિનંતી કરી હતી. પરિણામે તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org