________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૭૩ (but yet) lives (a life) beyond (all attachment for) the body, there are innumerable obeisances from me.'
જો કે અનુવાદકશ્રીએ મૂળ શાસ્ત્રનું શબ્દશઃ ભાષાંતર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે, છતાં કેટલીક જગ્યાએ તેમણે બાંધછોડ પણ કરવી પડી છે. સુંદર અનુવાદનાં અનેક દૃષ્ટાંતોની સાથે, શબ્દોની પસંદગીમાં કે વાક્યરચનામાં ક્ષતિ થઈ હોય એવાં ઉદાહરણ પણ મળે છે. આધ્યાત્મિક પરિભાષાના ગુજરાતી શબ્દોને અંગ્રેજી ભાષામાં ઉતારવાની મર્યાદા તેમને નડી હશે એમ જણાય છે.
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રથમ આંગ્લ ભાષાંતરકાર તરીકે રાવબહાદુર શ્રી જે. એલ. જૈનીનો પ્રસ્તુત પ્રયાસ માત્ર અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવનાર વર્ગને શ્રીમદ્દનાં જીવન, તત્ત્વજ્ઞાન તથા સાહિત્યનો નિકટ પરિચય કરાવવામાં અવશ્ય ઉપયોગી બને છે. (૨) 'Self-Fulfilment' - ફાધર ફ્રાન્સિસ
શ્રીમન્ની જન્મ શતાબ્દી નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, અમદાવાદ તરફથી વિ.સં. ૨૦૨૪(ઈ.સ. ૧૯૬૭)માં પ્રકાશિત કરવામાં આવેલ “શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંકમાં 'Self-Fulfilment' ના શીર્ષક હેઠળ Fr. Francis X. Whitely SJકૃત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી પદ્યાનુવાદ છાપવામાં આવ્યો છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નો વિવિધ ભાષામાં જૈન તેમજ જૈનૈતર તત્ત્વપ્રેમીઓ દ્વારા અનુવાદ થતો રહ્યો છે. તે સૌ અનુવાદકો ભારતીય હોવાથી આર્યદર્શનથી પરિચિત હોય તે સ્વાભાવિક છે, પરંતુ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ઉપદિષ્ટ તત્ત્વજ્ઞાનથી અત્યંત પ્રભાવિત થઈ ફાધર ફ્રાન્સિસ જેવા ઈસાઈ ધર્મગુરુના દરજ્જાના બિનભારતીય તત્ત્વપ્રેમીએ તેનું ભાષાંતર કરવા પ્રયાસ આદર્યો છે, તે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની બિનસાંપ્રદાયિકતા, તત્ત્વસભરતા, લોકપ્રિયતા તથા કલ્યાણકારિતાનું અસંદિગ્ધ પ્રમાણ છે.
અનુવાદકશ્રીનું બહોળું શબ્દભંડોળ તથા ગૂઢ આધ્યાત્મિક શાસ્ત્રને સમજી, તેનો મર્મ અંગ્રેજી ભાષામાં શબ્દબદ્ધ કરવાનો તેમનો સંનિષ્ઠ પ્રયાસ એ આ અનુવાદનાં સબળ પાસાં છે. અનેક ગાથાઓનો મૂળ ભાવ અનુવાદમાં ખૂબ સુંદર રીતે ઊતરી શક્યો છે. તેમાંની એક ગાથા જોઈએ –
અહો! અહો! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.” ઉપરોક્ત મૂળ ગાથા ૧૨૪નો અનુવાદ આ રીતે થયો છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org