Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(VI) અંગ્રેજી અનુવાદ
(2) 'The Self-Realisation, being the translation of Atma-siddhi of Shrimad Rajchandra' - રાવબહાદૂર શ્રી જે. એલ. જૈની
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પ્રથમ અંગ્રેજી ગદ્યાનુવાદ રાવબહાદૂર શ્રી જે. એલ. જૈની દ્વારા વિ.સં. ૧૯૭૯(ઈ.સ. ૧૯૨૩)માં સંપન્ન થયો હતો. તેમના 'The SelfRealisation, being the translation of Atma-siddhi of Shrimad Rajchandra' પુસ્તકની અત્યાર સુધી આશરે છ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. નાના કદનાં આશરે ૧૧૦ પૃષ્ઠની આ પુસ્તિકામાં સૌ પ્રથમ મહાત્મા ગાંધીજીનો શ્રીમદ્ અંગેનો અભિપ્રાય, 'Foreword માં શ્રીમદ્ભા તત્ત્વજ્ઞાનનો પરિચય, શ્રીમના સુવિખ્યાત છ પદના પત્રનો ડૉ. ભગવાનદાસ મહેતાકૃત અંગ્રેજી અનુવાદ અને તત્પશ્ચાત્ આશરે ૨૩ પાનાંમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો પરિચય અનુવાદક તરફથી આપવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે પદ ઉપર આપેલા શંકા-સમાધાનનો સવિસ્તર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારપછી ૮૦ પાનાં જેટલો મૂળ શાસ્ત્રનો અંગ્રેજીમાં અનુવાદ તથા અર્થપ્રકાશ છે.
પ્રસ્તુત પુસ્તિકામાં ગાથા ૧ થી ૪૪માં મુખ્યત્વે ગાથા પૂર્વે ભૂમિકારૂપે મથાળાં (captions) આપ્યાં છે, જે ગાથાના વિષયને સ્પષ્ટ કરે છે. આ પદ્ધતિ અંતિમ ગાથા સુધી ચાલુ રહી શકી હોત તો વધુ ઉપયોગી રહેત. મૂળ ગાથા આપ્યા પછી પંડિત બેચરદાસકૃત સંસ્કૃત પદ્યાનુવાદ અને તત્પશ્ચાત્ શ્રી જૈનીએ કરેલ સંક્ષિપ્ત ગદ્યાર્થ આપવામાં આવ્યા છે. આ ગદ્યાર્થ શ્રી અંબાલાલભાઈકૃત ગદ્યાર્થના પ્રભાવથી મુક્ત રહેવા પામ્યો છે એ જોઈ શકાય છે. ત્યારપછી 'Commentary'માં અમુક ગાથાનો અર્થવિસ્તાર કર્યો છે, જેમાં જિનાગમમાંથી ઉદ્ધત અનેક અવતરણ તથા દેશ-વિદેશના અન્ય ધાર્મિક પંથોનો પ્રસંગોચિત ઉલ્લેખ શ્રી જૈનીની બહુશ્રુતતા દર્શાવે છે. આંગ્લ ભાષામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ પ્રથમ અવતરણ છે, તે દૃષ્ટિએ શ્રી જૈનીનો આ પ્રયાસ અત્યંત અભિનંદનીય અને પ્રશંસનીય છે. તેમણે કરેલ અનેક ગાથાઓનો અનુવાદ સરળ અને સુંદર કહી શકાય એવો છે. તેમાંની એક ગાથા જોઈએ –
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ ૧૪૨મી ગાથાનો અનુવાદ શ્રી જૈનીએ આ પ્રમાણે કર્યો છે –
At the feet of that self-knower who has the embodied condition,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org