Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા દ્વારા પ્રકાશન પામેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું આ પુસ્તક તે શાસ્ત્ર ઉપરના પ્રથમ વિવેચનપ્રયાસ તરીકે ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. વળી, અધિકારી કહી શકાય એવી વ્યક્તિ તરફથી વિસ્તૃત વિદ્વત્તાપૂર્ણ છણાવટરૂપે હોવાથી તથા તે શાસ્ત્રનું પ્રથમ સ્વતંત્ર પ્રગટીકરણ હોવાથી એમ અનેક રીતે તે ખૂબ મહત્ત્વનું પણ છે.
(૨) ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા' બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી
મુનિશ્રી લઘુરાજસ્વામીની છત્રછાયામાં લખાયેલ તથા તેમની કસોટીમાંથી પાર પડેલ પુસ્તક ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા'માં તેના લેખક બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ શ્રીમદ્નાં બાહ્યાંતર જીવનનાં વર્ણન અંતર્ગત એક પ્રકરણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને ફાળવી આ ઉત્તમ કૃતિનું સમુચિત સન્માન કર્યું છે. વિ.સં. ૧૯૯૪માં શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ભાદરણની સ્થાપનાના મહોત્સવ પ્રસંગે મુમુક્ષુઓને ભેટ આપવા આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી.
૫૬
પ્રકરણના પ્રારંભે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પુણ્યપ્રાગટ્યનો તથા શ્રી અંબાલાલભાઈની પરમ ભક્તિનો મહિમા ગાતાં લેખકશ્રીએ શાસ્ત્રના રચનાકાળનું સુંદર, ભક્તિભાવપ્રેરિત, રસિકતાસભર વર્ણન કર્યું છે. ત્યારપછી આ શાસ્ત્ર કેવા જીવને વિશેષ ઉપકારક ન નીવડી શકે એના માર્મિક સંકેત સાથે સાહિત્યિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ શાસ્ત્રની વિશેષતાઓનું શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે.
તત્પશ્ચાત્ બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ શાસ્ત્રના વિષયની વિભાગવાર છણાવટ કરી છે, જેમાં પોતાની નિર્મળ વિદ્વત્તાના આધારે ષપદ અંગેના ગુરુશિષ્યસંવાદને નવું સ્વરૂપ આપવામાં તેઓ સફળ રહ્યા છે. દરેક પદના શંકાવિભાગની તમામ શંકાઓ એકસાથે અને પછી તે સઘળી શંકાઓનાં સમાધાન એકસાથે એમ રજૂ ન કરતાં, તેમણે દરેક શંકાને અલગ અલગ તારવી એકસમયે શિષ્યની એક શંકા સ્પષ્ટપણે રજૂ કરી છે. પછી માત્ર તે શંકાને જ લાગુ પડતું સદ્ગુરુનું સમાધાન સરળ શબ્દોમાં મૂક્યું છે. ત્યારપછી તે પદની અન્ય નવી શંકા અને તેનું સમાધાન આપ્યું છે. આ શૈલીના કારણે શ્રીમદ્દ્નો આશય પકડવાનું કાર્ય ખૂબ સરળ બને છે.
‘શિષ્યબોધબીજપ્રાપ્તિકથન'ની ૯ ગાથાઓને મરણ સમયે સંભળાવવા યોગ્ય તથા સમાધિમરણરૂપ મહાલાભનું કારણ ગણી તેમણે તેનો સુંદર મહિમા ગાયો છે. અંતે શ્રી સૌભાગ્યભાઈ આદિ મૂળ ચાર અધિકારીઓની આત્મદશામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અવલંબનથી આવેલ પરિવર્તનની નોંધ દ્વારા શાસ્ત્રની ચમત્કૃતિ દર્શાવી તેમણે સુંદર સમાપન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org