________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર (૬) “શ્રીમની જીવનસિદ્ધિ' - ડૉ. સરયુબેન મહેતા
શ્રીમના સ્ફટિક સમા નિર્મળ જીવનને અને તેમની હૃદયસ્પર્શી રચનાઓને આલેખતો ડૉ. સરયુબેન મહેતાલિખિત શોધપ્રબંધ “શ્રીમની જીવનસિદ્ધિ' વિ.સં. ૨૦૨૧ (ઈ.સ. ૧૯૬૫)માં પૂર્ણ થયો હતો અને વિ.સં. ૨૦૨૬(ઈ.સ. ૧૯૭૦)માં પ્રકાશિત થયો હતો. આ મહાનિબંધના પાંચમા પ્રકરણમાં ડૉ. સરયુબેન મહેતાએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર સુંદર પ્રકાશ નાંખ્યો છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને દ્રવ્યાનુયોગનો ગ્રંથ કહી, દ્રવ્યાનુયોગની વિશેષતા શ્રીમન્ના શબ્દોમાં પ્રદર્શિત કરી, ડૉ. સરયુબેન કહે છે –
આત્મસિદ્ધિશાસ્ત્ર'માં નિરૂપાયેલા વિષયોમાં સૌથી અગત્યનું દ્રવ્ય તે “આત્મા' છે. આત્માની પ્રતીતિ આવે તો સમ્યગ્દર્શન થાય, એ દષ્ટિએ આ ગ્રંથનું મહત્ત્વ કેટલું હોવું જોઈએ?”
તત્પશ્ચાતું આ શાસ્ત્રના સર્જન માટેનું નિમિત્ત, તેનો અધિકારી વર્ગ, તે અધિકારીઓ ઉપર પડેલો શાસ્ત્રનો પ્રભાવ, શાસ્ત્રની પ્રસિદ્ધિ, અનુવાદ વગેરેનો ઇતિહાસ દર્શાવી, લેખિકા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો વિષય તથા તેની વસ્તુનિરૂપણશૈલી ઉપર વિસ્તૃત અભ્યાસપૂર્ણ અહેવાલ આપે છે. આમાં મુખ્યત્વે મંગલાચરણ ગાથામાં ષપદનો સમાવેશ તથા ષપદની ચર્ચામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજકૃત ‘અધ્યાત્મસાર' સાથે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો તુલનાત્મક અભ્યાસ - આ બે મુદ્દાઓ ડૉ. સરયુબેનનો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ-અભિગમ સૂચવે છે. વળી, છ આર્ય દર્શનોનો ટૂંકમાં પરિચય આપી,
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને ષડ્રદર્શનના સારની ઉપમા અપાઈ છે તે યથાર્થ છે એમ પણ તેઓ પ્રમાણિત કરે છે. અંતમાં ડૉ. સરયુબેન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અનુભવપ્રધાન મૌલિકતા અને સરળતાસંપન્ન લોકભોગ્યતાનું નિરૂપણ કરી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને શ્રીમદ્દ્ગી સર્વોત્તમ કૃતિ ઠેરવે છે.
૪૮ પાનાંના આ પ્રકરણમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના મૂળ વિષયની સુદીર્ઘ અભ્યાસમૂલક ચર્ચા દ્વારા તથા શાસ્ત્રનાં આનુષંગિક સર્વ પાસાંઓને વીણી વીણીને, અનેક વિષયો ઉપરનાં સુયોગ્ય અવતરણોના સથવારે કરેલ વિસ્તૃત વિચારણાથી યથાયોગ્ય ન્યાય આપી ડૉ. સરયુબેન મહેતાએ ખરેખર સુંદર અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. (9) Philosophy and Spirituality of Srimad Rajchandra' - si. y. }. ડુંગલિયા
શ્રી યુ. કે. ડુંગલિયાએ પૂનામાં ઈ.સ. ૧૯૯૪માં અંગ્રેજી ભાષામાં લખેલ ૧- ડૉ. સરયુબેન મહેતા, ‘શ્રીમની જીવનસિદ્ધિ', ત્રીજી આવૃત્તિ, પૃ.૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org