Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પર
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્વેતાંબર-દિગંબર બને આમ્નાયના ગ્રંથોનું વિશાળ વાંચન તથા ચિંતન પ્રમોદનું કારણ બને છે.
આલંકારિક ભાષા, પાંડિત્યપૂર્ણ શૈલી, મૌલિક વિચારણા, નવતર પ્રયોગશીલતા, અભ્યાસપૂર્ણ સંશોધન, ભક્તિપૂર્ણ પરિશ્રમ, શ્રીમદ્રનાં તથા અન્ય સંતો તેમજ જ્ઞાનીઓનાં વચનોનાં પરિચય-અધ્યયનની તક, તત્ત્વજ્ઞાનની પ્રધાનતા, વિભિન્ન દર્શનો અને મતો પ્રત્યે સમજણપૂર્વકની તટસ્થતા ઈત્યાદિ વિશેષતાઓના કારણે ડૉ. ભગવાનદાસ મહેતાનું આ કાર્ય પ્રશસ્તિયોગ્ય બન્યું છે. (૯) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' - શ્રી ગિરધરભાઈ
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું એકમાત્ર પદ્યાત્મક વિવેચન રચી, આ શાસ્ત્રનાં વિવેચનોમાં નવી ભાત પાડનાર હતા શ્રી ગિરધરભાઈ. તિથલ મુકામે શ્રીમદ્રનાં સાક્ષાત્ દર્શન તથા ટૂંકા સમાગમનો લાભ પામી તેઓ ધન્ય બન્યા હતા. જૈનેતર હોવા છતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - વડવામાં રહી, આજીવન સંનિષ્ઠ ધર્મારાધના કરનાર શ્રી ગિરધરભાઈ દ્વારા વિ.સં. ૧૯૮૭માં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ૬૨૧ દોહાપ્રમાણ સુદીર્ઘ વિવેચન કરવામાં આવ્યું હતું, જે પ્રથમ વાર વિ.સં. ૨૦૪૯(ઈ.સ. ૧૯૯૩)માં રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ' પુસ્તકમાં પ્રસિદ્ધિ પામ્યું છે. શ્રી ગિરધરભાઈ મંગલાચરણમાં આલેખે છે –
આત્મ સંપત્તિ સંપૂર્ણ છે, સાચું નિજપદ રાજ, ચંદ્ર પરે શીતળ સુખદ, શ્રીમદ્ સદ્ગુરુ રાજ. સર્વ પ્રકારે મોહનો, સંગ ત્યજાયે સધ્ય, સદ્દગુરુ રાજ કૃપા થકી, થાઉં અસંગ અનવધ્ય. એ મુજ શુદ્ધ સ્વભાવની, પ્રાપ્તિ તણું નિમિત્ત, પુષ્ટ લહી પરમાત્માને, આત્મસિદ્ધિ ધરું ચિત્ત. તેમાં નિર્મળતા લહે, સદ્ગુરુ ધર્મ પ્રભાવ,
થીર થાય મન માંકડું, મળ્યો અપૂરવ દાવ." ભાવનાનું સર્વોત્તમ વાહન પદ્ય હોવાથી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશિષ્ટ પદ્યાત્મક સ્વરૂપ પામ્યું અને એમાં જ આ શાસ્ત્રની સાહજિકતા છે, તેથી તેના અર્થપ્રકાશ માટે પણ જો પદ્યનો આશ્રય લેવામાં આવે તો તેની સાહજિકતા વધુ પ્રબળપણે ફુટ ૧- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૧-૨૧૨ (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિના
મંગલાચરણના દોહરા ૬, ૨૩, ૨૪, ૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org