Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન છે. વિશદતાથી તેમજ જુદા જુદા ન્યાયોની વિવિધતાથી તથા પ્રશ્નોત્તરી દ્વારા, કોઈ વાર પુરાણોના પ્રેરક દષ્ટાંતથી, તો કોઈક વાર દૈનિક જીવનવ્યવહારના પ્રસંગોનાં મર્મભેદી દૃષ્ટાંતોથી આ વિવેચન સ્પષ્ટ તેમજ રોચક બન્યું છે. તેમણે મહદંશે દ્રવ્યસ્વતંત્રતાની અપેક્ષાએ ગાથાઓનું અર્થઘટન કર્યું છે.
પ્રસ્તુત શાસ્ત્રમાં શ્રીમદે રચેલા સંવાદમાંથી શ્રી કાનજીસ્વામીએ ગુરુ-શિષ્યનાં અને ખાસ તો શિષ્યનાં અભિનવ લક્ષણોને સુંદર રીતે ઉપસાવ્યાં છે. જીવને કેવા ભાવ રહે ત્યારે આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તુત્વ તથા ભોફ્તત્વનો સ્વીકાર કર્યો કહેવાય, મોક્ષ અને મોક્ષના ઉપાયની સમજણ થઈ ગણાય, તે અંગે તેમણે કરેલી સ્પષ્ટતાના કારણે શાસ્ત્રના ગહન અભ્યાસની રુચિ જાગે છે.
ગાથાનો અર્થ વિસ્તારથી સમજાવવા તથા તે વિસ્તારને રસિક અને પ્રમાણભૂત બનાવવા શ્રી કાનજીસ્વામીએ આચાર્યશ્રી કુંદકુંદદેવ, આચાર્યશ્રી ઉમાસ્વાતિજી, સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી, આચાર્યશ્રી અમૃતચન્દ્રદેવ, આચાર્યશ્રી પદ્મનંદિસ્વામી, પંડિત શ્રી બનારસીદાસજી, શ્રી આનંદઘનજી મહારાજ અને ગણિશ્રી દેવચંદ્રજી મહારાજની કૃતિઓનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. અમુક જગ્યાએ સંત કબીરજી તથા સંત તુલસીદાસજી જેવા જૈનેતર સંતોની રચનાઓનો પણ મધ્યસ્થતાપૂર્વક ઉપયોગ કર્યો છે.
આ વિવેચન ધારાવાહી વ્યાખ્યાનરૂપે થયું હોવાથી પ્રત્યેક ગાથાને ફાળવાયેલી સમય-અવધિ (અને તેથી પ્રવચનના લખાણમાં પાનાંઓની સંખ્યા) ઓછીવત્તી રહેવા પામી છે, અર્થાત્ અમુક ગાથાઓની છણાવટ ખૂબ વિસ્તૃતપણે થઈ શકી છે (દા.ત. આત્માના કર્તુત્વ અંગેની ગાથાઓ), તો અમુક ગાથાઓનું માત્ર વિહંગાવલોકન જ થઈ શક્યું છે (દા.ત. ઉપસંહારની ગાથાઓ). પ્રથમ ૬૦ દિવસમાં ૧૦૧ ગાથાઓનું વિવેચન થયું હતું. તે પછી વિહાર કરવાનો હોવાથી અંતિમ ૧૨ દિવસમાં ૪૧ ગાથાઓનું વિવેચન પૂર્ણ કરવું પડ્યું હતું, જેથી પાછળની ગાથાઓનું વિવેચન સંક્ષેપમાં થાય તે સ્વાભાવિક હતું.
પ્રસ્તુત વિવેચન સારા એવા વિસ્તારપૂર્વક થયેલું હોવા છતાં અમુક શબ્દોને વિવેચનકર્તાની વિસ્તૃત છણાવટનો લાભ મળી શક્યો નથી. શ્રી કાનજીસ્વામીની પ્રરૂપણા દિગંબર આમ્નાયને અનુસરતી હોવાથી તથા અર્થઘટન કરતી વખતે નિશ્ચયનય ઉપર મુકાયેલ વિશેષ ભારના કારણે અમુક વર્ગના વાચકોમાં આ વિવેચનનો સર્વાગી સ્વીકાર જોવા મળતો નથી.
| ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રથમ વિસ્તૃત વિવેચનરૂપે, સરળ અને સાદી ભાષામાં થયેલ વિસ્તૃત છણાવટ તરીકે તથા ગાથાઓમાં રહેલા અધ્યાત્મનવનીતને બહાર કાઢવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org