________________
દેવચંદ શેઠ જેઠાલાલ શાહ
'
કૃશકાય શરીરમાં વજી જેવા આત્માના માલિકેમાંથી દેવચંદ શેઠ
પણ એક હતાં જેઓ પોતાની અદમ્ય પુરૂષાર્થ શક્તિ વડે સર્વથા શૂન્યમાંથી અકલ્પનીય સર્જનકાર, ગ્રામજીવનમાં પોષાયેલા છતાં પણ ખમીરવંતા બની ગયેલા દેવચંદ શેઠ જૈન સમાજના ઇતિહાસમાં અમર બની ગયા છે. ભારત દેશ મહારાષ્ટ્ર પ્રાન્તના નકશામાં જયાં સુધી ભાયંદર શહેર અમર રહેશે ત્યાં સુધી દેવચંદ નગર, બાવન જીનાલય, માલાડ ઈસ્ટનું દેવચંદ નગર તથા ઠાકુરદ્વારના જૈન મંદિરના સર્જક દેવચંદ શેઠ પણ શુક્રના તારીની જેમ ચમકતાં રહેશે.
| ‘મદ્રકાં ગામમાં જન્મ્યા અને દેવગુરૂ તથા ધર્મના પ્રતાપે મુંબઈમાં ફૂલ્યાફલ્યા અને જૈન શાસનની, સમાજની તથા પોતાના પ્રાન્તીયના જાતિભાઈઓના મદદગાર બન્યા વિ. સં. ૨૦૪૬ ના સ્મરણીય મારો ચાતુર્માસ દેવચંદ નગર બાવન જીનાલયના પ્રાંગણના જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ હતો. તેની સ્મૃતિ સ્વરૂપે જ્ઞાન ખાતા માંથી પ્રસ્તુત ગ્રન્થને ૩૧, હજારની માતબર રકમ પ્રાપ્ત થઈ છે. તે માટે ટ્રસ્ટીઓને મારા ખૂબ ખૂબ ધર્મ લાભ છે.
જિ. પં. પૂર્ણાનન્દવિજય (કુમાર શ્રમણ) ૨૦૪૭, આસો માસની શાશ્વતી ઓળી