________________
અમૃત-સમીપે
આમ તલસ્પર્શી વિદ્વત્તા અને વિજ્ઞાનની નવીનવી અદ્ભુત શોધોએ જર્મનીને ખૂબ નામના અપાવી; પણ એના રાજસત્તાધારી પુરુષોની રાજ્યવિસ્તારની, ગણતરી વગરની અને ગોઝારી મહત્ત્વાકાંક્ષાએ બે-બે વિશ્વયુદ્ધોને જન્મ આપીને જર્મનીને ખેદાનમેદાન કરવામાં અને એના માથે દુઃખનાં ઝાડવાં ઉગાડવામાં કશી મણા નથી રાખી !
૪ર
પાંચેક દાયકા પહેલાંનો સમય; જર્મની ઉપર વિલિયમ કૈસરનું રાજ્ય ચાલે. એને યુરોપવિજયના મનોરથ જાગ્યા, અને પહેલું મહાયુદ્ધ છેડાઈ ગયું ! સને ૧૯૧૪ની એ સાલ. એ સંહારલીલા ચાર વર્ષે પૂરી થઈ. ૧૯૧૮માં એ મહાયુદ્ધનો અંત આવ્યો; અને ભંગા૨માંથી નવસર્જન કરવાની ભીષણ જવાબદારી તે કાળના જર્મન રાજપુરુષોને માથે આવી પડી.
યુદ્ધને લીધે બીજા દેશોના દેવાદાર બનેલ જર્મનીની આર્થિક ભીંસનો કોઈ પાર ન રહ્યો; અને એ આર્થિક ભીંસનો ખતરનાક ભરડો ફરી વળ્યો જર્મનીના વિદ્યાક્ષેત્રને ! જે વિદ્યાની વ્યાપક અને તલસ્પર્શી ઉપાસનાએ જર્મનીની શક્તિ અને બુદ્ધિને વિશ્વવિખ્યાત બનાવી હતી, એ જ વિદ્યાની ઉપાસના તે કાળે આર્થિક ભીંસનો ભોગ બની ગઈ !
જર્મન વિદ્વાનોને માટે આ ખરેખરો કસોટીનો કાળ હતો. ૨૭-૨૮ વર્ષની યુવાન વયના ભારતીય વિદ્યાના વિદ્વાન ડૉ. ગ્લાઝેનપ આ કસોટી-કાળમાં અપવાદ ન હતા. ડૉ. ગ્લાઝેનપ (તેમ જ અન્ય જર્મન વિદ્વાનો પણ) કેવી આર્થિક સંકડામણ ભોગવતા હતા તે તેમના, તે વખતના ઉપાધ્યાય શ્રી ઇંદ્રવિજયજી (અત્યારના આ વિજયેન્દ્રસૂરિજી) ઉપરના એક પત્ર ઉપરથી જાણી શકાય છે. બર્લિનથી તા. ૯-૧૦-૧૯૨૨ના રોજ લખેલ એક પત્રમાં તેઓ લખે છે કે સ્વર્ગસ્થ વિજયધર્મસૂરિજી પ્રત્યેની મારી કૃતજ્ઞતા દર્શાવવા માટે એમના સ્મારકફંડમાં મારો ફાળો આપવાની મારી ઉત્કટ ઇચ્છા છે, પણ જર્મન નાણાની નિર્માલ્ય સ્થિતિને લીધે મારી સ્થિતિ નાની-સરખી ૨કમની ભેટ મોકલવા જેવી પણ નથી રહી !
છેવટે તેમણે પાંચ શિલિંગનો ફાળો મોકલીને પોતાની ભાવના પૂરી કરી. એ નાણું પણ તેઓ પરદેશી હૂંડિયામણ મેળવીને નહોતા મોકલી શક્યા; હિંદુસ્તાનના કોઈ પત્રમાં લેખ લખીને એના પુરસ્કાર દ્વારા તેઓએ એ ૨કમ ભરપાઈ કરી હતી ! આવી આર્થિક ભીંસ વચ્ચે પણ જેમણે પોતાની ભારતીય વિદ્યાની ઉપાસનાને અખંડિતપણે જાળવી રાખી એવા ડૉ. પ્લાઝેનપ અને અન્ય જર્મન વિદ્વાનોને આપણા ઉપર મોટો ઉપકાર છે.
ડૉ. ગ્લાઝેનપનો જન્મ સને ૧૮૯૧ની સાલમાં થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org