________________
૩૫૭
અમૃત-સમીપે
નરસિંહ મહેતાના વિકાસમાં એમની ભાભીનો પણ હિસ્સો હતો. ભાભીએ મેણું માર્યું, અને જુવાનનો માંહ્યલો જાગી ઊઠ્યો ! ગૌરીશંકરને પણ ભાભીએ જ વિકાસને માર્ગે વાળ્યો પણ જરા જુદી રીતે ! ગૌરીશંકરના મોટા ભાઈ રામજીભાઈ મુલાયમ દિલના માનવી હતા; પણ એમનાં પત્ની એટલાં જ મક્કમ અને શક્તિશાળી સન્નારી હતાં. એમનું નામ મોંઘીબાઈ. એમને ધૂમકેતુ ઉપર ભારે હેત અને મમતા. પોતાનું અભણપણું ટાળવા એમને ગૌરીશંક૨ને પોતાને ભણાવવા કહ્યું, મમતાની મીઠી વીરડી સમાં ભાભીનું વચન કેમ પાછું ઠેલાય ? ગૌરીશંકરનું મન ભણવા તરફ દોડવા લાગ્યું.
-
પણ એ માર્ગ સહેલો ન હતો; કુટુંબની આર્થિક સ્થિતિ સાથે કદમ મિલાવીને આગળ વધવાનું હતું. ભણતરનો બોજ કુટુંબનિર્વાહની મર્યાદિત સાધનસામગ્રીને ચૂંથી ન નાખે એની પણ ખબરદારી રાખવાની હતી. પણ અંતરમાં સૌરાષ્ટ્રનું ખમીર અને કરેલ સંકલ્પને પાર પાડવાનું બળ હતું. ગૌરીશંકર અભ્યાસના એક-એક શિખરને સર કરવાના પુરુષાર્થમાં લાગી ગયા.
અભ્યાસ માટે તેઓ બિલખા, જેતપુર, પોરબંદર અને જૂનાગઢમાં રહ્યા. ગમે ત્યાં હોય, પણ હંમેશાં એક વાતનું ધ્યાન તો ૨ાખવાનું જ હતું કે પોતાના હતી કંઈક મહેનત કરીને, કંઈક મદદ
ખર્ચની જોગવાઈ પોતાને જ કરવપદુમાં, ચૌદમે વર્ષે એમણે આઠમી ચોપડી
મેળવીને, કંઈક માફી મેળવીને.
પાસ કરી એ તો જાણે ધોરણસ૨ની વાત હતી. પણ મૅટ્રિક થતાં બીજાં આઠ વર્ષ વીતી ગયાઃ ૧૯૧૪માં ૨૨ વર્ષની ઉંમરે તેઓ મૅટ્રિકમાં પાસ થયા ! વળી પાછો એ જ વિલંબનો ક્રમ ચાલુ રહ્યો : બીજાં છ-સાત વર્ષે તેઓ જૂનાગઢની કૉલેજમાં ભણીને બી.એ. થયા ત્યારે એમની ઉંમર ત્રણ દાયકા નજીક પહોંચી ગઈ હતી. પણ ધારણા મુજબ અભ્યાસમાં પ્રગતિ થતી હોય તો પાંચ-સાત વર્ષ આઘાં-પાછાં થાય એનો શો હિસાબ ?
સાહિત્ય, શિક્ષણ અને સુઘડતાના ક્ષેત્રે શ્રી ધૂમકેતુનું ખરેખરું ઘડતર થયું બિલખાના નથ્થુરામ શર્માના આશ્રમમાં. તે કાળે આ આશ્રમની વ્યવસ્થા બહુ વખણાતી ; એની નામના ઠેઠ આફ્રિકા સુધી પહોંચેલી. શર્માજીનું ભક્તમંડળ વિશાળ અને ખૂબ ભાવુક હતું. ૧૯૦૮થી ત્રણેક વર્ષ સુધી આ આશ્રમમાં રહેવાનો ધૂમકેતુને લાભ મળ્યો. અહીં એમને સાહિત્યસર્જનનો સોળેક વર્ષની ઉંમરે જ નાદ લાગ્યો. ત્યાંનું વાતાવરણ એકંદરે પાંડિત્યનું પ્રોત્સાહક હતું. તેઓ પોતાના સંસ્મરણમાં કહે છે કે આ આશ્રમના ચોથા નંબરના ઓરડામાં રહીને એમણે એકીસાથે છ-છ નવલકથાઓ લખવી શરૂ કરી હતી, અને કાવ્યો માટે પણ પાર વગરનાં કાગળો ઉપર ચિતરામણ કર્યું હતું; પણ ન તો એ નવલકથાઓ પૂરી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org