Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 619
________________ અમૃત-સમીપે સમાજસુધારાની હોય, રાષ્ટ્રીય ઉત્થાનની, ગરીબ-પછાત જાતિઓના ઉદ્ધારની હોય, શિક્ષણ-સાહિત્યને લગતી હોય, કે બીજી કોઈ પણ હોય. રાષ્ટ્રભક્તિના ભેખધારી થવાનું વ્રત તો તેઓએ, ગાંધીજી આપણા દેશની સ્વાતંત્ર્ય-ચળવળના સુકાની બન્યા તે પહેલાં, હોમરૂલના વખતમાં જ સ્વીકાર્યું હતું. દેશને પરદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્ત કરવાની તમન્ના તો એમના રોમરોમમાં ધબકતી હતી. એટલે ગાંધીજીની આગેવાની અને એમની અહિંસક લડતની વાતે એમના અંતર પર જાણે કામણ કર્યું હતું; શ્રી કલ્યાણજી કાકા ગાંધીજીની અહિંસક સેનાના એક અદના સૈનિક બની ગયા. એક રીતે તેઓ આ લડતના એક કુનેહબાજ, હિંમતવાન અને અણનમ નાના-સરખા સેનાપતિ જ બની ગયા હતા. શ્રી કલ્યાણજીકાકાનું જીવન પૈસાની, સત્તાની કે કીર્તિની આકાંક્ષાથી સર્વથા અલિપ્ત અને કોઈ સાધુપુરુષના જેવું પવિત્ર અને અનાસક્ત હતું. તેઓ પોતાની અનેકવિધ સેવાપ્રવૃત્તિઓથી એવા રંગાયેલા હતા અને એમાં એવા તલ્લીન બની જતા કે તેઓએ જીવનભર એકાકી રહેવાનું જ પસંદ કર્યું હતું. શ્રી કલ્યાણજીભાઈનો જન્મ સૂરત જિલ્લાના વાંઝ ગામમાં સને ૧૮૯૦માં એક પાટીદાર કુટુંબમાં થયો હતો. અભ્યાસકાળ પૂરો થાય તે પહેલાં જ માત્ર ૧૭ વર્ષની ઊછરતી વયે, તેઓએ સને ૧૯૦૭માં સૂરત મુકામે મળેલ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના અધિવેશનમાં એક પ્રેક્ષક તરીકે હાજરી આપી; અને ત્યારથી એમનો જીવનરાહ જ બદલાઈ ગયો. શરૂ-શરૂમાં તેઓએ પોતાની પાટીદાર કોમમાં સામાજિક સુધારાની ઝુંબેશ ઉપાડી; અને પછી તો રાષ્ટ્રીય ભાવનાનાં રંગે તેઓ એવા રંગાઈ ગયા કે છેવટે દેશભક્તિ અને દેશવાસીઓની સેવાને જ એમનું સમગ્ર જીવન સમર્પિત થઈ ગયું. એક નિષ્ઠાવાન રાષ્ટ્રપુરુષ તરીકે, તેઓએ નાનાં-મોટાં સંખ્યાબંધ જવાબદારીવાળાં પદોએ રહીને કામ કર્યું હતું. છતાં કોઈ પદનો મોહ એમને ક્યારે પણ સતાવી શક્યો ન હતો. સત્તા એ અધિકાર ભોગવવાનું નહીં, પણ સેવાની જવાબદારીનું સ્થાન છે એવી એમની સ્પષ્ટ સમજણ હતી. એમની વાણી ધારદાર પાટીદારશાહી હતી, અને એ વાણીમાં, સરદાર પટેલની આગઝરતી વાણીની જેમ, મડદામાં પ્રાણ પૂરવાનું બળ હતું. ભલભલા મોટા માનવી કે સત્તાધીશને પણ સાચી વાત સંભળાવવાની નીડરતા તેઓને સહજસિદ્ધ હતી. શ્રી કલ્યાણજીભાઈ સાહિત્યરુચિ અને સર્જકશક્તિ પણ ધરાવતા હતા, અને જનસેવાની ભાવનાથી પ્રેરાઈને તેઓએ નાની-મોટી અનેક સંસ્થાઓની સ્થાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649