Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 638
________________ શ્રીમતી શારદાબહેન મહેતા ઉ૧૫ પણ પ્રભુ મહાવીરના આ કાર્યની માત્ર પ્રશંસા કરીએ એ પૂરતું નથી. એમની સાચી ઉપાસના ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે આપણે આપણા સંઘના જ મહત્ત્વના અંગરૂપ વિશાળ સાધ્વીસમુદાયને અધ્યયન-અધ્યાપન, સંશોધનસંપાદન અને લેખન-પ્રવચન દ્વારા પોતાની અનેકવિધ શક્તિઓનો વિકાસ કરીને સ્વ-પરનું કલ્યાણ કરવાની પૂરેપૂરી છૂટ અને મોકળાશ આપીએ. (તા. ૧૩-૫-૧૯૭૮) (૩) આદર્શ નારીજીવનનાં પ્રતિનિધિ શ્રીમતી શારદાબહેન મહેતા ભારતનાં એક આદર્શ સનારી, સુખ-શાંતિ-સ્નેહભય ગૃહસ્થજીવનનાં અને ગુજરાતની સુરભિત સંસ્કારિતાનાં ફૂલવેલસમા શ્રેષ્ઠ પ્રતિનિધિ શ્રીમતી શારદાબહેન મહેતાએ, તા. ૧૩-૧૧-૧૯૭૦ના રોજ, ૮૮ વર્ષ જેટલું સુદીર્વ, વિમળ, યશસ્વી, પ્રશાંત જીવન માણીને, સદાને માટે વિદાય લીધી. એમની મહાયાત્રા માટેની વિદાયની ઘડી પણ એક ધન્ય-પુણ્ય ઘડી હતી. બપોરના બારએક વાગે બધાં જમી-પરવારી રહ્યાં. શારદાબહેન ખુરશીમાં આરામથી બેઠાં, અને ન કોઈ મોટો રોગ કે તાવ-તરિયો; અને બેઠાં-બેઠાં જ જાણે પ્રભુની આ પનોતી પુત્રીને તેડું આવ્યું ! ભાગીરથીના નિર્મળ પ્રવાહ સમું પવિત્ર જીવન, અને એવું જ સમતાભર્યું નિર્વિઘ્ન મૃત્યુ ! શિક્ષણ, સંસ્કાર અને સાહિત્યનાં ક્ષેત્રે, નારીપ્રતિષ્ઠાના ક્ષેત્રે, દીન-હીનગરીબોની સેવાના ક્ષેત્રે અને મેલા અને માયાવી ગણાતા રાજકારણના ક્ષેત્રે પણ શ્રી શારદાબહેને જે નિઃસ્વાર્થ, નિષ્ઠાભરી અને સ્ફટિકસમી નિર્મળ કામગીરી બજાવી હતી, અને જે શુચિતા દાખવી હતી તે અતિવિરલ અને આદર્શ હતી. ચાર વીશી કરતાં ય વધુ પાકી ઉમર થવા છતાં વિચારોનું શૈથિલ્ય કે કર્તવ્યવિમુખતાનો અંશ પણ એમને સ્પર્શી શક્યાં ન હતાં એ એમના શીળા, પ્રશાંત, છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વને આભારી હતું. એમના હૃદયની ઉદારતા અને વિશાળતાની અમૃતવર્ષા તો સૌ કોઈ સ્વજનો, પરિચિતો અને અપરિચિતો ઉપરના હાર્દિક વાત્સલ્યરૂપે સતત થયા જ કરતી હતી. એમની નાની કે મોટી એકેએક પ્રવૃત્તિ ઉપર આદર્શ સન્નારીને સહજ એવી કરુણા, લાગણીની સુકુમારતા, સંવેદનશીલતા અને વગર માગ્યે સહાય કરવાની તત્પરતાની સૌરભ પ્રસરેલી રહેતી. Jain Education International For Private & Personal Use Only Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649