________________
૯૨૩
મુનિશ્રી વલ્લભદત્તવિજયજી .
પુરવણી સેવાનિષ્ઠ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી
આ મારવાડના પ્રવાસમાં મુનિશ્રી વલ્લભદત્તવિજયજીનો વિશેષ પરિચય કરવાનો, એમની જનસેવાની પ્રવૃત્તિઓથી માહિતગાર થવાનો અને બીજી બાબતો અંગે પણ વાતચીત કરવાનો અવસર મળ્યો એ એક સારો લાભ થયો.
આમ તો આ મુનિશ્રી અને હું, એમણે દીક્ષા નહોતી લીધી ત્યારથી, સને ૧૯૩૧-૩૨ની સાલથી, એકબીજાને ઓળખતા હતા. ત્યારે હું આગરામાં શ્રી વિજયધર્મ-લક્ષ્મી-જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે નોકરી કરતો હતો અને તેઓ અમારાં શેઠશ્રી સ્વનામધન્ય શ્રી લક્ષ્મીચંદજી વેદના સરસ્વતી પ્રેસમાં જ નોકરી કરતા હતા. તેઓ ઉત્તર પ્રદેશના વતની છે. એમનું નામ બાલમુકુંદ હતું; હમણાં જ જાણ્યું કે એમનું મૂળ નામ “વૃંદાવન” હતું. ઘર છોડીને ચાલી નીકળેલ. જરૂરિયાતો સાવ ઓછી, એટલે શરૂઆતથી જ એમની પ્રકૃતિ ઝાઝી ચિંતાઉપાધિમાં નહીં પડવાની હતી. એ જ અરસામાં મુનિરાજ શ્રી દર્શનવિજયજી વગેરે ત્રિપુટીજી મહારાજ આગરામાં ચોમાસું હતાં; અને એમના પુસ્તકના છાપકામ અંગે શ્રી બાલમુકુંદને અવારનવાર એમની પાસે જવાનું થતું. એ ભાવનાશીલ મુનિવરોના સંપર્કથી બાલમુકુંદને વૈરાગ્યનો રંગ લાગ્યો, અને એ નોકરી છોડીને મુનિવરોની સાથે વિહારમાં જોડાઈ ગયા. વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ મુનિસમેલન પછી, બાલમુકુંદને મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીના શિષ્ય તરીકે હઠીભાઈની વાડીમાં દીક્ષા આપવામાં આવી; નામ મુનિ વલ્લભવિજયજી રાખ્યું. કેટલાંક વર્ષો પછી તેઓ આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજીની સમાજ-ઉત્કર્ષની પ્રવૃત્તિથી આકર્ષાઈ આ. મ. શ્રી વિજયસમુદ્રસૂરિજીની આજ્ઞામાં આવ્યા; નામ મુનિ વલ્લભદત્તવિજયજી રાખ્યું.
આ મુનિશ્રીની ત્રણ બાબતોએ મારા મન ઉપર અસર કરી છે : પહેલી વાત એ એમની પોતાની જીવનરીતિ. ઓછામાં ઓછા પરિગ્રહ અને ઓછામાં ઓછી જરૂરિયાતોથી જ સાધુએ જીવવું જોઈએ – એ નિયમનું તેઓ પોતે પાલન કરે છે. વળી સૌને પોતાના માનવા છતાં અને સૌના ભલા માટે ચિંતા અને પ્રયત્ન કરવા છતાં, સૌથી અલગ અને અલિપ્ત રહેવાની, સાધુજીવન માટે અનિવાર્ય કહી શકાય એવી કળા એમણે કેળવી છે. આથી તેઓ ફિકર-ચિંતાથી મુક્ત એવા
* પુસ્તકના ચોથા વિભાગ(“જૈન મુનિવરો’)માં ચૌદમા લેખ પછી મૂકવા ધારેલો લેખ સંજોગવશાત્ અહીં મૂક્યો છે. -સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org