Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 647
________________ ૭૨૪ અમૃત સમીપે અલગારી ફક્કડ જેવું મસ્ત, ખુમારીભર્યું જીવન ગાળે છે. ગોડવાડના જૈનો તેમ જ આમજનતા એમને ‘ફક્કડ-બાવા'ના નામથી જ ઓળખે છે. ત્યાંની જૈનજૈનેતર જનતામાં અને રાજસ્થાનના રાજદ્વારી વર્તુળમાં પણ એમનો સારો પ્રભાવ છે, અને લોકો એમના વચનને આજ્ઞાની જેમ સહર્ષ સ્વીકારે છે. આ પ્રભાવ છે એમની નિર્લેપ સાધુતાનો અને લોકકલ્યાણની સક્રિય ભાવનાનો. બીજી વાત છે આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમુદાયના સાધુને છાજે એવી સમાજ-ઉત્કર્ષની ચિંતા અને પ્રવૃત્તિની. તેઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ દેશના જે-જે ભાગમાં વિચર્યા છે, ત્યાં-ત્યાં આવી પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપતા જ રહ્યા છે. પછાત ગણાતા ગોડવાડને તો આંનો વિશેષ લાભ મળ્યો છે. અને ત્રીજી વાત છે મુનિશ્રી વલ્લભદત્તવિજયજીની સર્વજનસાધારણ ગરીબ અને દુઃખી જનતાની સેવા તરફની અભિરુચિની. ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની તેમ જ બીજી સહાયતા આપવાની પ્રેરણા આપવાનું અને અન્ય દુઃખી લોકોને પણ શક્ય સહાયતા અપાવવાનું તેઓ હમેશાં ધ્યાન રાખે છે. આથી તેઓ ધર્મગુરુ હોવાની સાથે જનસાધારણના પણ ગુરુ બની શક્યા છે. આ પણ અહિંસાનું અને ધર્મનું જ કામ છે. (તા. ૭-૩-૧૯૭૦) Jain Education International સમાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649