________________
૯૨૧
લીલાવતીબેન કામદાર (૭) નારીશક્તિનાં પ્રતીક : શ્રી લીલાવતીબહેન કામદાર
હિંમત દાખવે, પ્રયત્ન કરે અને શક્તિને કેળવી જાણે એ માનવી જીવનરસ માણીને જીવતરને ધન્ય બનાવી જાય – પછી એ પુરુષ હોય કે સ્ત્રી. પુરુષવર્ગની જેમ નારીવર્ગમાં પણ કેટલી શક્તિ રહેલી છે, એના દાખલા આજે તો શોધવા જવું પડે એમ નથી. સ્વર્ગસ્થ શ્રીમતી લીલાવતીબહેન કામદાર નારીશક્તિનાં પ્રતીક સમાં આવાં જ એક સન્નારી હતાં. તેઓ જેવાં વત્સલ અને ઊર્મિશીલ હતાં, એવાં જ પુરુષાર્થી અને કર્તવ્યપરાયણ હતાં. એકાદ મહિના પહેલાં તેઓનું અવસાન થતાં એક નારીરત્ન આપણે ગુમાવ્યું. આ જાજરમાન ભગિનીનો પરિચય એવાં જ સેવાવ્રતી સન્નારી શ્રીમતી મેનાબહેન શેઠે “પ્રબુદ્ધજીવન' પાક્ષિકના તા. ૧-૭૧૯૭૧ના અંકમાં લખ્યો છે, તે અહીં સાભાર રજૂ કરીએ છીએ :
ગત તા. ૨૧--૧૯૭૧ને સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે લાંબી માંદગી ભોગવ્યા બાદ લીલાવતીબહેનનું અવસાન થયું. અનેક પ્રતિકુળ સંયોગો વચ્ચે સ્વબળથી ઝઝુમનાર, ઉત્તમ પ્રકારની લેખનશક્તિ ધરાવનાર અને સુધારક વિચારધારાને અપનાવનાર એવી એક નારીશક્તિએ જગતમાંથી વિદાય લીધી.
શ્રીમતી લીલાબહેનને માબાપે વાંચવા-લખવાથી વધારે શિક્ષણ આપેલું નહિ. ૧૭ વર્ષની વયે વિધવા થયાં અને રૂઢિ પ્રમાણે તપ-જપ આદરી વૈધવ્યધર્મ પાળવા લાગ્યા; પણ તેમાં મને સંતોષ પામ્યું નહિ. સાસરિયામાં પોતાનું કહેવાય તેવું કોઇ નહોતું. આજીવિકાનું કંઈ સાધન નહોતું. કુટુંબીઓના આધારે રોટલા ખાવા ને લગભગ નિષ્ક્રિય જેવું જીવન જીવવું એ તે સંસ્કારી આત્માને કેમ ગમે ?
આખરે તેમના મોટા ભાઈ આગળ દિલ ખોલીને વાત કરી. તે સમજ્યા ને બહેનને ભણવાની સગવડ કરી આપી. ટ્રેઈનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો અને એક તેજસ્વી વિદ્યાર્થિની તરીકે બહાર નીકળ્યાં. તરત જ વાંકાનેરની હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. પણ માત્ર આજીવિકાનું સાધન મળતાં સંતોષ માને તેવું તેમનું ઘડતર નહોતું; અને તે નોકરી છોડી મુંબઈ આવ્યાં. તરત જ રત્નચિંતામણિ હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. ચીવટ, શીખવવાની કળા અને સ્કૂલને પોતાની સમજીને કામ કરવાની વૃત્તિ – આ કારણે થોડા વખતમાં જ પ્રિન્સિપાલના સ્થાને પહોંચી ગયાં. છતાં મનને અંગ્રેજી ભાષાના જ્ઞાનની ઊણપ સાલતી હતી. તે માટે પણ ખાનગી અભ્યાસ કરી કર્વે મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org