Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 641
________________ ઉ૧૮ અમૃત-સમીપે - ૭૫-૭૬ વર્ષની પાકટ ઉંમરે પણ તાજેતરમાં દિલ્હીમાં એમનું અવસાન થતાં દેશને એક ગરીબોના બેલી સમી નિષ્ઠાવાન સેવિકાની મોટી ખોટ પડી છે, અને અત્યારના વિષમ કાળમાં એ ખોટ સહેજે પુરાય એવી નથી. ' કપૂરથલાના રાજકુટુંબનું સંતાન હોવા છતાં જ્યારે ગાંધીજીનો પારસમણિ એમના અંતરને સ્પર્શી ગયો ત્યારે જનતા-જનાર્દનની નિઃસ્વાર્થ, નિર્ભેળ અને નિષ્ઠાપૂર્ણ સેવા એ જ એમનું જીવનવ્રત બની ગયું. ગાંધીજીએ જે માર્ગ ચીંધ્યો એ માર્ગે તેઓ હોંશપૂર્વક ચાલતાં રહ્યાં. ( ૧૫-૧૭ વર્ષ તો એમણે ગાંધીજીનું મંત્રીપદ સાચવી જાયું. આ એક મોટી અગ્નિપરીક્ષા હતી. ગાંધીજીએ પ્રધાન બનવાનું કહ્યું તો એમાં પણ એ પાછાં ન પડ્યાં અને પૂરા એક દાયકા સુધી (૧૯૪૭થી ૧૯૫૭) મધ્યસ્થ સરકારના આરોગ્યપ્રધાન તરીકે એમણે યશસ્વી કારકિર્દી બતાવી. ક્ષય સામે, રક્તપિત્ત સામે, રેડક્રોસના વિકાસમાં, પ્રાથમિક સારવારની પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં – એમ જનકલ્યાણનાં અનેક ક્ષેત્રોમાં દિનરાત રત રહીને એમણે પોતે સ્વીકારેલ ખ્રિસ્તી ધર્મને દીપાવ્યો હતો, અને “મનુષ્યની સેવા એ પ્રભુસેવા” એ મહાત્મા ઇસુખ્રિસ્તના ઉપદેશને જીવનમાં ઉતારી બતાવ્યો હતો. (તા. ૧૫-૨-૧૯૬૪). . (૬) ધર્મરત સેવાવ્રતી શ્રી મેનાબહેન વેશ સંસારીનો અને જીવન ત્યાગીનું – એવાં પવિત્ર નર-નારીઓ પણ ક્યારેક-ક્યારેક આપણી વિષમ દુનિયામાં પાકતાં રહે છે અને જીવનનો આદર્શ સમજાવતાં જાય છે. આવાં જ એક સન્નારી હતાં શ્રીમતી મેનાબહેન શેઠ ધર્મપરાયણ, સતત જાગૃત અને પરોપકારપરાયણ; સત્યમય વ્યવહારનાં અને નખશિખ શુદ્ધિનાં આગ્રહી. સાધુજીવનના પાયારૂપ વિચાર-વાણી-વર્તનની એકરૂપતા એમનાં જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હતી. ઓછામાં ઓછું બોલવું અને જિંદગીની પળેપળનો ઉત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ કામ કરવું, એવા કર્મયોગનાં તેઓ ઉપાસક હતાં. એટલે જ તો તેઓ પરોપદેશમાં પાંડિત્ય' જેવી નકામી પ્રવૃત્તિથી તેમ જ નામના-કીર્તિની મોહમાયાથી સદા અળગાં રહી શક્યાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 639 640 641 642 643 644 645 646 647 648 649