________________
રાજકુમારી અમૃત કૌર
ઉ૧૭ વૃંદાવનના વૈષ્ણવ કુટુંબની પુત્રી તરીકે જન્મેલાં ચન્દ્રાબાઈનો ભાગ્યયોગ એમને બિહારના (આરાના) જૈન કુટુંબની કુળવધૂ બનાવવાનું નિમિત્ત બન્યો. પણ એ બહેન એક સંપત્તિશાળી કુટુંબની કુળવધૂ તરીકે સુખચેન અને ભોગવિલાસમાં પોતાનું સંસારી જીવન વિતાવે એ જાણે ભવિતવ્યતાને મંજૂર ન હોય એમ, લગ્ન પછી થોડા વખતે વૈધવ્યનું અસહ્ય ગણાતું મહાસંકટ એમના ઉપર ઊતરી પડ્યું.
પણ પ્રભુપરાયણતા અને ધર્મશીલતાનો સહારો લઈને એમણે આવા કારમાં સંકટમાં પણ ધૈર્ય ધારણ કરવાનો પ્રયત્ન કર્યો. એમના સાસરિયાના શાણા અને ધર્માનુરાગી મહાનુભાવોએ એમને ધર્મગ્રંથોના અધ્યયનની પૂરતી અનુકૂળતા કરી આપીને એમના આ પ્રયત્નમાં બળ પૂર્યું. વધારામાં, પોતાની ચોમેર દીનતા, દુઃખો અને દર્દીનો ભોગ બનતા માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણાનો અનુભવ કરીને, એમણે પોતાની વેદના વિસારે પાડવાનો રાહ લીધો. પરિણામે અકાળે વૈધવ્યનો ભોગ બનેલ ચન્દ્રાબાઈ આત્મસાધિકા, પંડિતા અને કરુણામયી માતા – – એમ ત્રિવિધ ગુણગરિમાથી સમૃદ્ધ નવો અવતાર પામ્યાં. પોતાના ધર્મસંઘની સંસ્થા શ્રી જૈન-બાલા-વિશ્રામની બાલિકાઓ અને વિધવા તેમ જ અસહાય મહિલાઓ માટે શ્રી ચંદ્રાબાઈ મોટા આધાર અને આશ્વાસનરૂપ બની શક્યાં. એ રીતે એમનું એક હેતાળ, મમતાળુ માતા તરીકેનું વ્યક્તિત્વ ઉત્તરોત્તર વિકસતું રહ્યું. એથી જ એમની ધર્મપરાયણતા પણ વધારે ને વધારે વ્યાપક અને જીવનસ્પર્શી બનતી રહી અને એમની બાહ્ય કે આંતરિક પ્રત્યેક પ્રવૃત્તિને અજવાળતી રહી.
આવાં એક આત્મસાધક અને લોકોપકાર-નિરત સન્નારી, ૯૦ વર્ષ જેટલું સુદીર્ઘ જીવન શાંતિ-સમતાપૂર્વક જીવીને, મહાયાત્રાએ સંચરતાં કૃતાર્થ થઈ ગયાં.
(તા. ૧-૧૦-૧૯૭૭)
(૫) સેવાવ્રતી રાજકુમારી અમૃત કૌર
મહાત્મા ગાંધીજીની હાકલ કંઈક શ્રીમંતો, સુખશીલિયાઓ, શક્તિશાળીઓ, - વિદ્વાનો અને આગેવાનોના અંતરને સ્પર્શી ગઈ હતી અને એમને દેશસેવાના ક્ષેત્રના ભેખધારી બનાવી ગઈ હતી. સૌ જાણે હોંશે-હોંશે સમર્પણ કરવા અને સેવાનો આસ્વાદ માણવા દોડી આવ્યા હતા. રાજકુમારી અમૃત કૌર આવાં જ એક આજીવન સેવાવ્રતી સન્નારી હતાં.
Jain Education International
For Private & Personal Use Only
*
WWW.jainelibrary.org