________________
શ્રી આશાપૂર્ણાદેવી
૧૩. લખી હતી. એ વાર્તા એવી સુંદર અને વાર્તાકલાની દૃષ્ટિએ એવી ઉત્તમ કોટીની હતી કે એને વાંચીને એક સોળ વર્ષની કન્યા આવી ઉત્તમ વાર્તા લખી શકે એ વાત માનવા લોકો તૈયાર જ ન હતા ! આથી સાહિત્યના વર્તુળમાં તો એવી અફવા પણ વહેતી થઈ હતી, કે આશાપૂર્ણાદેવીએ પોતાના માટે લખી આપે એવા પુરુષ-લેખકને શોધી કાઢ્યો છે ! પણ થોડાક સમયમાં જ લોકોએ જાણ્યું કે આ અફવા સાવ ખોટી અને પાયા વગરની છે. આ ઘટના પણ છેવટે આશાપૂર્ણાદેવીની રચનાઓની ગુણવત્તા, ઉત્તમતા અને લોકપ્રિયતાની સૂચક બની ગઈ હતી.
જીવનમાં કેળવાયેલા સાહિત્ય-સર્જનના રસ ઉપરાંત પોતાની આસપાસના સમાજનું, સમાજમાં બનતી ઘટનાઓનું અને ખાસ કરી નારીસમાજ પ્રત્યેના સમાજના અન્યાયભર્યા વર્તન અને વ્યવહારનું ઝીણવટભર્યું અવલોકન કરવાનું એમના સ્વભાવ સાથે સાવ સહજપણે વણાઈ ગયું છે. આવા મમતાભર્યા અવલોકનને લીધે એમનું અંતર સમવેદના, સહાનુભૂતિ અને પુણ્ય-પ્રકોપથી એવું ઊભરાઈ જતું કે ક્યારેક તો એ લાગણી અસહ્ય બની જતી, અને એમની કોઈક કૃતિમાં કોઈક પાત્ર અને ઘટના દ્વારા વ્યક્ત પણ થઈ જતી.
બંગાળની નવપરિણીત પુત્રવધૂઓને, તે પોતાની સંપત્તિભૂખ સંતોષાય એટલું કરિયાવર નહીં લાવી હોવાને કારણે, એનાં સાસરિયાં પિયર પાછી મોકલી દેતાં, અને એક યા બીજા નિમિત્તે એમના ઉપર વિવિધ સિતમ ગુજારાતા – એવી બધી દર્દભરી વાતો સાંભળીને તેમનો આત્મા કકળી ઊઠતો. એમની કૃતિઓમાં જે જીવંતપણું, વશીકરણ અને સંવેદન જોવા મળે છે તે એની રચનાની પાછળ રહેલ જાત-અનુભવ, સૂક્ષ્મ અવલોકન અને માનવતા પ્રત્યેના અનુરાગના સાતત્યને કારણે જ. એમની કૃતિઓ એમના અંતરમાં સમાયેલી વાતો અને વેદનાઓને અજબ રીતે વાચકના હૃદય સુધી પહોંચતી કરી દે છે.
જરા એમના સર્જનકાર્યની વિપુલતા તો જુઓ : ૧૩ વર્ષની નાની ઉંમરે શરૂ થયેલો સાહિત્ય-સર્જનનો યજ્ઞ પડ વર્ષ સુધી સતત ચાલુ રહ્યો છે અને અત્યારે ૧૯ વર્ષની જઇફ ઉમરે પણ કલમના કસબનો એમનો યજ્ઞ વણથંભ્યો આગળ વધી રહ્યો છે. પોતાના છપ્પન વર્ષ જેટલા દીર્ધ સર્જનકાળ દરમ્યાન આશાપૂર્ણાદેવીએ નાની-મોટી દોઢસો જેટલી કૃતિઓ સમાજને ભેટ આપી છે. આ દોઢસો કૃતિઓમાં ૧૧૦ તો નવલકથાઓ જ છે ! બાકીની ૪૦ કૃતિઓમાં ૨૦ વાર્તાસંગ્રહો અને ૨૦ બાલસાહિત્યની ચોપડીઓ છે. એમની ૧૮ જેટલી કૃતિઓની ફિલ્મો ઊતરી છે. હિંદીભાષાની ફિલ્મોમાં લોકપ્રિય બનેલી “મુલાકાત', મહેરબાન”, “ચૈતાલી' અને “તપસ્યા' નામની ચાર ફિલ્મો પણ એમની કથાઓના આધારે જ ઊતરી છે. વળી એમનાં કેટલાંક પુસ્તકોના હિંદી, ગુજરાતી, ઉડિયા, તામિલ, તેલુગુ, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં અનુવાદો પણ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
-
WWW.jainelibrary.org