Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 635
________________ ૯૧૨ અમૃત-સમીપે અત્યાર અગાઉ આ પુરસ્કાર, અગિયાર વર્ષ દરમ્યાન જુદી-જુદી ભારતીય ભાષાઓના જુદા-જુદા શ્રેષ્ઠ પુરુષ-સર્જકોને આપવામાં આવ્યો છે, અને બારમા વર્ષનો પુરસ્કાર વિરલ, હૃદયસ્પર્શી, કલ્યાણમાર્ગી, સુમધુર અને વિપુલ એવી સર્જનશક્તિ ધરાવતાં એક મહિલારત્નને અર્પણ કરવામાં આવેલ છે એ એક વિશિષ્ટ ઘટના છે; એટલે એની નોંધ લેવી ઉચિત છે. લલિત-વાર્મયના સર્જનમાં આવી આશ્ચર્યકારક સફળતા કે સિદ્ધિને વરેલાં આ સન્નારી છે બંગાળી ભાષાના લોકપ્રિય લેખિકા શ્રીમતી આશાપૂર્ણાદેવી. એમની જે કૃતિનું “જ્ઞાનપીઠ સાહિત્યિક પુરસ્કાર' દ્વારા તાજેતરમાં (તા. ૨૭મી એપ્રિલના રોજ), નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હાથે બહુમાન કરવામાં આવ્યું, એ છે “પ્રથમ પ્રતિકૃતિ' નામની નવલકથા. આ નવલકથાનું મુખ્ય પાત્ર સાવિત્રી નામે એક મહિલા છે. નારીવર્ગને – વિશેષ કરીને બંગાળના નારીસમાજને – વેઠવી પડતી યાતનાઓ અને બર્દાસ્ત કરવા પડતા સામાજિક અન્યાયોને વાચા આપીને, . નારીના સ્વાતંત્ર્ય અને ઉત્થાનના વિચારને પ્રોત્સાહન આપવું, અને તે પણ નવલકથા જેવા કળાના એક ઉત્તમ અને રોચક માધ્યમ દ્વારા, એ શ્રીમતી આશાપૂર્ણાદેવીની આ કૃતિનો સુભગ હેતુ છે. એક રીતે આ નવલકથા દ્વારા એ લેખિકાના અંતરમાં નારીસમાજની યાતના અને ઉન્નતિ માટે સતત ચૂંટાયા કરતી બળવાખોર વૃત્તિ પ્રગટ થઈ છે એમ કહેવું જોઈએ. એમના આવા મનોભાવો એમની પ્રથમ પ્રતિકૃતિ ઉપરાંત “સુવર્ણલતા” અને “બકુલકથા” એ બે નવલકથાઓમાં થઈને પૂર્ણરૂપે વ્યક્ત થયેલા છે. એટલે આ પ્રત્યેક નવલકથા કથા તરીકે સ્વતંત્ર અથવા સ્વયંસંપૂર્ણ હોવા છતાં, વિષયનિરૂપણની દૃષ્ટિએ એકબીજીની પૂરક છે; અર્થાત્ એક સળંગ કથા જુદું-જુદું નામ ધરાવતાં ત્રણ પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. શ્રીમતી આશાપૂર્ણાદેવીની ઉંમર અત્યારે ૧૯ વર્ષની છે. સાહિત્યનું સર્જન કરવાની શક્તિની કુદરતી બક્ષિસ એમને ઊછરતી – સાવ નાની – ઉમરે જ મળી હતી. સંપૂર્ણાદેવી એમનાં બહેન હતાં. બંને બહેનો બચપણમાં વાર્તા-વાર્તા અને કવિતા-કવિતાની રમત રમતી હતી, અને પોતે લખેલ વાર્તા અને કવિતા બંને બહેનો સાથે બેસીને સરખાવી જોતી હતી. આ રમત રમતાં-રમતાં જ આશાપૂર્ણાદેવીમાં ભવિષ્યના એક સિદ્ધહસ્ત સર્જક અને સાહિત્યકારનાં બીજ રોપાયાં હતાં; અને એ તરત જ પાંગર્યા પણ હતાં. ૧૩ વર્ષની સાવ નાની ઉંમરે તો એમણે બાળકો માટેનું છોટો ઠાકુરદાર કાશી જાત્રા” (સૌથી નાના દાદાની કાશીયાત્રા) નામે પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ઉપરથી જ પ્રકાશકને એમનામાં રહેલી સર્જક પ્રતિભાનો ખ્યાલ આવી ગયો હતો. સોળ વર્ષની ઉંમરે “રાજુર મા” (રાજુની માતા) નામે પહેલી વાર્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649