Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 633
________________ ૯૧૦ અમૃત-સમીપે તરીકે તેઓ લોકપ્રિય બન્યાં હતાં. દિલ્હી સહિત ચાર વિશ્વવિદ્યાલયોએ એમને માનદ ડૉક્ટરેટની પદવી અર્પણ કરીને એમની વિરલ વિદ્યા-ઉપાસનાનું બહુમાન કર્યું હતું. આવું કૃતાર્થ અને યશસ્વી જીવન જોઈને સહેજે અંતર ગુંજી ઊઠે છે : “નતિ રેષાં યશ: નરીમન મય” (આવા બળવાન આત્માને ન જરા સ્પર્શી શકે છે કે ને મૃત્યુ પજવી શકે છે.) કુમારી હેલનનો જન્મ સને ૧૮૮૦માં જૂનની ૨૭મી તારીખે અમેરિકામાં ટસ્કમ્બિયા શહેરમાં થયો હતો. પિતાનું નામ કેપ્ટન આર્થર અને માતાનું નામ કેથેરાઇન. જન્મ-સમયે શરીર તદ્દન તંદુરસ્ત. પણ એ તંદુરસ્તી જાણે ટૂંકા અવધિમાં જ નજરાઈ ગઈ : દોઢેક વર્ષની ઉમરે એને રાતો તાવ (સ્કારલેટ ફીવર) લાગુ પડ્યો. એની તંદુરસ્તી અને શક્તિ હરાઈ ગઈ : નાક અને ચામડી સિવાયની જ્ઞાનેન્દ્રિયો જડ બની ગઈ. અસહાય માતા-પિતાને અસહાય બનેલી બાળકીની ચિંતા ઘેરી વળી : આંધળી, બહેરી અને મૂંગી બનેલી દીકરી ભગવાનના ભરોસે ઊછરવા લાગી. જે કુદરત વિષને જન્મ આપે છે એ જ અમૃતને પણ પેદા કરે છે. અને સાચે જ, એક બડભાગી દિવસે નિરાશાઘેરી હેલન ઉપર, મમતાની મીઠી વીરડી સમી એક નર્સની પ્રાપ્તિ રૂપે, ભગવાનની કૃપા વરસી રહી : ૧૮૮૭ના માર્ચની ત્રીજી તારીખે કુમારી અને સંલિવાનને કુમારી હેલનની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી : જાણે એ બે જીવો વચ્ચેનો જન્મજન્માંતરનો ઋણાનુબંધ જાગી ઊઠ્યો. કુમારી સલિવાનના અંતરમાં કુમારી હેલનને માટે કરુણા અને વાત્સલ્યનો અખૂટ ઝરો વહેવા લાગ્યો; એ નારી હેલન માટે આશાભર્યા, યશસ્વી અને તેજસ્વી જીવનની જનેતા બની ગઈ ! હેલનનો તે દિવસે પુનર્જન્મ થયો ! પછી તો હેલન અને સલિવાનનાં જીવન તાણાવાણાની જેમ એકાકાર બની ગયાં. બે ખોળિયાં જાણે એકરૂપ બનીને અંતરાત્માની વિરાટ શક્તિને આરાધી રહ્યાં – આદર્શ ગુરુ-શિષ્યારૂપે ! ગુરુની અખૂટ શ્રદ્ધા, ધીરજ, તમન્ના; અને શિષ્યાનો અનેરો આત્મવિશ્વાસ, ઉત્સાહ, પુરુષાર્થ ! ૨૪ વર્ષની વયે કુમારી હેલન કેલર સ્નાતકની પરીક્ષામાં સારે નંબરે ઉત્તીર્ણ થયાં. કુમારી હેલનનું જીવન ક્રમે-ક્રમે વિકસવા લાગ્યું. આશા અને ઉત્સાહનો સંચાર થવા લાગ્યો. છે અને એક સમયની અપંગ, અસહાય અને નિરાશ સન્નારીનું ભાગ્યવિધાન તો જુઓ : અનેક અપંગ, અસહાય અને હતાશ માનવીઓનું એ આધારસ્થાન બની ગઈ! એક કાળે દુનિયા જેની દયા ખાતી હતી એ વ્યક્તિના અંતરમાં દિન, - દુઃખી, અપંગ માનવીઓને માટે વાત્સલ્યસભર કરુણાનો અખૂટ ઝરો વહેવા લાગ્યો; એનું જીવન અને સર્વસ્વ અપંગ માનવસમૂહના ઉત્થાન માટે સમર્પિત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649