Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 632
________________ ૧૫ સ્ત્રીરત્નો (૧) નયનહીનોનાં રાહબર શ્રીમતી હેલન કેલર ક્યાં અંધકાર ? ક્યાં પ્રકાશ ? ક્યાં જિંદગી ? ક્યાં મોત ? એવું જ એક નારીનું જીવન : જન્મે કમભાગી, મૃત્યુએ બડભાગી ! ઊગતી જિંદગીનો પહેલો છેડો જુઓ : અવતાર મળ્યો-ન મળ્યો, અને માત્ર ૧૯ મહિનાની જ ઉંમરે કાળમુખા તાવે કુમળી કળી સમી કાયા ઉપર એવું કારમું આક્રમણ કર્યું કે સમગ્ર જીવન જ રોળાઈ ગયું ! જીવનમાં પ્રકાશની તેજરેખાઓ પથરાય એ પહેલાં જ સર્વત્ર અંધકાર ઘેરાઈ ગયો ! પારણે ઝૂલતી દોઢેક વર્ષની બાળકીની આંખોનાં તેજ હાઈ ગયાં, કાનના પડદા જડ થઈ ગયા અને વાણીને પ્રગટાવવાની જબાનની શક્તિ હિંગરાઈ ગઈ ! ન કંઈ જોવું, ન કશું સાંભળવું, ન કંઈ બોલવું ! માનવી જેવા માનવીનો દેહ હાલતી-ચાલતી અને ખાતી-પીતી જડતાનો પુંજ બની ગયો ! મૃત્યુએ જાણે જીવનરૂપે જ અવતાર ધારણ કર્યો ! જીવન અસહ્ય અને અકારું બની જાય એવી અપંગતા ન કોઈ આશા, ન કોઈ ઉત્સાહ. એ જ જિંદગીનો અંતિમ છેડો જુઓ : ૮૮ વર્ષની પૂરી જૈફ ઉંમરે એ બડભાગી સન્નારીનું જીવનપદ્મ સદાને માટે બિડાઈ ગયું ત્યારે એ જીવન ધન્ય બની ગયું હતું અને એ મૃત્યુ એને માટે મહોત્સવ બની ગયું હતું ! આ સન્નારી તે કુમારી હેલન કેલર; તા. ૧-૬-૧૯૬૮ને રોજ. એમનું અવસાન થયું. હેલન કેલરે માતા સરસ્વતીને પ્રસન્ન કરીને એક વિદુષી તરીકેની નામના પ્રાપ્ત કરી હતી. વર્તમાનપત્રોની કટાર-લેખિકા તરીકે અને પુસ્તકોની લેખિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649