________________
શ્રી મણિયાકાકા
SOS જાય. અને કિતાબના તો એ ભારે શોખીન; સંસ્કારનું સિંચન કરે એવાં પુસ્તકો પોતે ય વાંચે અને ખરીદી કરીને બીજાને વાંચવા ભેટ પણ આપે. એમની આ ભેટ કેવળ ગરીબ કે સામાન્ય માણસને જ મળે એમ નહીં, એ શ્રીમંત ગણાતાં કુટુંબો સુધી પણ પહોંચી જાય. શ્રીમંતોને પણ સંસ્કારિતા કેળવવાની, સામાન્ય માનવી કરતાં જરા ય ઓછી જરૂર નથી હોતી. અને દર્દી માટે ક્વિનાઇન તો એમની પાસે હમેશાં હાજર જ હોય; અને કોઈ દર્દીને બીજી કંઈ દવાની જરૂર હોય તો પણ શ્રી મણિકાકા એને તરત જ એ પહોંચતી કરે. તેમને હૉસ્પિટલમાં જઈને દર્દીઓને મળવાનો પણ ભારે રસ; એમને જોઈને દર્દીઓ રાજીરાજી થઈ જાય. ક્યારેક તેઓ ફળ વહેંચીને પણ દર્દીઓને સંતોષ આપે. ટાઢના દિવસોમાં તો શ્રી મણિકાકા વસ્ત્ર વગરના કે વસ્ત્રની ઓછી સગવડવાળા માનવીઓને શોધીશોધીને એમને કપડાં કે કામળા-ધાબળા પહોંચતા કરે.
પોતે શ્રીમંત એટલે આ માટે પોતે ય ખર્ચ કરે, અને કોઈ સંસ્થા કે વ્યક્તિને પોતાના પૈસા આ માર્ગ લેખે લગાડવા હોય તો એ પણ મણિકાકાને બોલાવીને પૈસા આપે; એ રીતે વિતરણનું કામ અખંડપણે ચાલ્યા જ કરે.
શ્રી મણિભાઈ તંદુરસ્તી માટે સદા જાગતા રહે. ખાવાપીવામાં બહુ સાચવે, અને એ પચે એની ભારે ચીવટ રાખે. ઘરની મોટરનો ઉપયોગ એ જવલ્લે જ કરે. રોજ પાંચ-છ માઇલ પગે ચાલે ત્યારે જ એમને સંતોષ વળે. ખાઇ-ખાઈને પડ્યા રહેવું, માંદા પડવું અને પરાધીન થવું તો એમને રુચે જ નહીં.
તેઓ બોલવામાં ભારે આખાબોલા. ભલભલા શ્રીમંતોને પણ કહેતાં અચકાય નહીં કે ખાઈ-પીને પડ્યા રહેશો તો દાક્તરનાં ઘર ભરશો, અને કુટુંબને સંસ્કાર નહીં આપો તો લડી-ઝઘડીને વકીલોનાં ઘર ભરશો અને કોર્ટકચેરીના ઉંબરા ઘસી ઘસીને થાકી જશો. ઓછું ખાવું, સાદું જીવવું, મર્યાદામાં ખર્ચ કરવું એવી-એવી સાદી શિખામણોના પ્રચારમાં પણ મણિકાકાને એટલો જ રસ. આવાં કાર્ડો છપાવીને મફત વહેંચે અને મોટાં-મોટાં પોસ્ટરો પણ છપાવે.
દેશસેવાના પણ તેઓ ખૂબ પ્રેમી. સ્વરાજ્યની લડત દરમ્યાન ગુજરાતના કોંગ્રેસીઓની શક્તિ બની રહેનારા પુરુષોમાંના શ્રી મણિકાકા એક હતા. આ વાતે સરદારસાહેબ સાથે એમને ગાઢ ઓળખાણ હતી, અને એમને માટે સરદારના દરવાજા સદા ઉઘાડા રહેતા. પણ શ્રી મણિકાકાએ એ સંબંધનો કદી સ્વાર્થ કાજે ઉપયોગ નહોતો કર્યો. હસતે મોંએ વેપાર સંકેલી જેણે સેવાનો અને ચિત્તશાંતિનો માર્ગ સ્વીકાર્યો હોય એને આવી સ્વાર્થસાધના રુચે પણ કેમ?
તેઓ પ્રવાસના પણ એટલા જ પ્રેમી; અને લોકસેવા માટે પણ તેઓ ગામડાંમાં ફરવામાં પાછા ન પડે. મેળાઓમાં જઈને પણ સેવા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org