________________
ડૉ. સુમંત મહેતા
૩૦૫
તક આપવાં જોઈએ : પડખે રહી સલાહ આપે; પણ તેમનાં માર્ગમાંથી ખસી જવું જોઈએ. ‘આપણા વિના નહીં ચાલે' એવો ભાવ કાઢી નાંખવો જોઈએ. આપણામાં વૃદ્ધાવસ્થામાં વાનપ્રસ્થ અને છેવટે સંન્યાસ છે તે જીવનનું વૈજ્ઞાનિક આયોજન છે. ઘણાને વૃદ્ધાવસ્થા ભારરૂપ લાગે છે, કારણ કે જીવનમાં વૈવિધ્ય નથી હોતું અને આત્મનિરીક્ષણની ટેવ નથી. દૃષ્ટિ બહિર્મુખ હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિ બંધ પડતાં અંતરમાં શૂન્યતા આવે છે. અંતર્મુખ દૃષ્ટિ હોય અને ચિન્તન-મનન હોય તો એક અગાધ આંતર-જગતનો પરિચય થાય છે.
“આ જગતમાં શુભ-અશુભ, સત્-અસત્, શ્રેય-પ્રેયનાં દ્વન્દ્વ સતત ચાલ્યાં કરે છે. જેટલે દરજ્જે શુભ, સત્ અને શ્રેયનું પલ્લું ઊંચું રહે, તેટલે દરજ્જે પ્રાણીમાત્રનું કલ્યાણ છે. તેમ કરવામાં દરેક મનુષ્ય નિમિત્ત બની શકે છે, બનવું જ જોઈએ; લોકસંગ્રહ અર્થે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમાં તેનું પોતાનું પણ શ્રેય છે. આ કર્તવ્યમાંથી છૂટી ન શકાય, અનાસક્તિના નામે પ્રમાદ ન સેવાય. તો પણ, કોઈ વખત મનને એમ થાય કે પારમાર્થિક પ્રવૃત્તિ પણ ક્યાં સુધી.
“પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે આવા વિચારો મનમાં આવે છે. જીવનની દિશા હવે કેવી હશે તે જાણતો નથી. કોઈ આકાંક્ષા રહી નથી. There is a sense of fulfilment (સર્વ રીતે કૃતાર્થતા અનુભવું છું). મારું જીવન લાગણીવશ નથી, મુખ્યત્વે બુદ્ધિપ્રધાન છે. જીવન એકધારું સતત વહેતું રહ્યું છે.”
ઇચ્છીએ કે વધુ ચિંતન-મનન કરવાની બીજાને માટે પણ લાભકારકુ થનારી શ્રી ચીમનભાઈની ઇચ્છા સફળ થાય, અને એના પરિણામરૂપે સુંદર અને વિચારપ્રેરક પુસ્તકો આપણને મળતાં રહે. એમણે બહુ જ ટૂંકમાં કહેલી બીજી સંયમના મહત્ત્વની વાત આપણાં હૈયાંમાં વસે, અને આપણે આપણા જીવનમાં સંયમની પ્રતિષ્ઠા કરવાનો સ્તુત્ય પુરુષાર્થ કરીએ.
(૩૪) વિરલ વિભૂતિ ડૉ. સુમંત મહેતા
ભાગીરથીના નીર જેવું નિર્મળ અને પવિત્ર જીવન, સ્ફટિકસમો સ્વચ્છ વ્યવહાર અને સો-ટચના સોના જેવું સુવિશુદ્ધ જાહેરજીવન આવી વિરલ ગુણવિભૂતિથી સદા દેદીપ્યમાન રહેલા શ્રી ડૉ. સુમંત મહેતા વર્ષોની માંદગી બાદ અને ૯૨ વર્ષ જેવી પાકટ વયે પણ સ્વર્ગવાસી થતાં એમ લાગે છે કે નિર્મળ અને નિખાલસ નેતાગીરીના દુષ્કાળમાં ગુજરાત વધુ ટ્રંક બન્યું !
Jain Education International
(તા. ૩૦-૪-૧૯૭૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org