Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 625
________________ ૬૦૨ અમૃત-સમીપે વળી તેઓ વ્યવસાયે એક ખૂબ યશસ્વી કાયદાશાસ્ત્રી હોવા છતાં, કદાચ એમ કહી શકાય કે એમના જીવનનો સ્થાયી રસ સેવાપરાયણ જાહેરજીવન જેટલો જ સત્યમૂલક વિદ્યાસાધના તરફ હતો. એનું બીજ કે એધાણ તેઓએ અભ્યાસકાળમાં કાયદાશાસ્ત્રનું સ્નાતકપદ મેળવવા ઉપરાંત તત્ત્વજ્ઞાનનો વિષય લઈને એમ.એ.ની પદવી પ્રથમ પંક્તિમાં પ્રાપ્ત કરી હતી એમાં પણ પડેલું છે. એમની આ વિદ્યાસાધના એક તત્ત્વચિંતક, સત્યશોધક, ધાર્મિક-સામાજિક-રાષ્ટ્રીય દૃષ્ટિ ધરાવતા મૌલિક વિચારક, નીડર અને અસરકારક લેખક, “પ્રબુદ્ધ-જીવન' પાક્ષિકના સંપાદક, પ્રભાવશાળી વક્તા વગેરે અનેક રૂપે આપણને જોવા મળે છે. એક જ વ્યક્તિમાં આવી અનેક પ્રકારની સિદ્ધિનો યોગ બહુ ઓછો જોવા મળે છે. એને લીધે તેઓ આર્થિક રીતે પણ ખૂબ સુખી છે. શક્તિ, બુદ્ધિ અને શુભદૃષ્ટિના પુંજ સમી આવી સમર્થ વ્યક્તિ મુંબઈ નગરના કે ઇતર સ્થાનના જાહેર જીવનમાં સન્માનભર્યું સ્થાન પામે એમાં શી નવાઈ ? ૧૯૭૧માં તેઓને ગુજરાત સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે નીમ્યા હતા. શ્રી ચીમનભાઈ સૌરાષ્ટ્રના પાણશીણા જેવા ગામડામાં માર્ચ ૧૯૦૨માં જન્મ્યા હતા. એમનું કુટુંબ આર્થિક રીતે ગરીબ હતું. એ સમય પણ દેશની ગુલામીનો અને પછાતપણાનો હતો. આ બધું હોવા છતાં શ્રી ચીમનભાઈએ, પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થના બળે, પોતાના જીવનને અનેક પ્રકારની સફળતાઓથી સમૃદ્ધ બનાવ્યું અને ઘણી ખ્યાતિ મેળવી. - ધર્મ, સમાજ, દેશ, સાહિત્ય અને શિક્ષણને લગતી પ્રવૃત્તિ માટે મોટાં-મોટાં દાનો મેળવવાની શ્રી ચીમનભાઈની આવડત તો અભિનંદનીય અને દાખલારૂપ છે; આ એમની વ્યવહારુ દષ્ટિ, અસાધારણ કાર્યશકિત અને વિશાળ કલ્યાણબુદ્ધિનું જ સુપરિણામ છે એમાં શક નથી. અમેરિકા જેવા દૂર દેશમાં વસનાર મિ. ટક્કર જેવા અહિંસાપ્રેમી, ધર્મના ચાહક અને સદાચાર-સદ્દવિચારના પ્રસારની ઉત્કટ ઝંખના સેવતા મહાનુભાવ પોતાની કરોડો રૂપિયાની સખાવત માટે શ્રી ચીમનભાઈની સલાહ લે, એમની યોજનાનો સ્વીકાર કરે અને એમના કહેવા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને એમને પોતાના ટ્રસ્ટ ના ટ્રસ્ટી બનાવે અને એ ટ્રસ્ટના હેતુઓનો અમલ કરવાની મોટા ભાગની સત્તા એમને સુપરત કરે, અને એમ કરીને પોતાની મોટી જવાબદારી પૂરી કે ઘણી ઓછી થયાની હળવાશ અને નિરાંત અનુભવે, એ બીના પણ શ્રી ચીમનભાઈની વ્યવહારુ સૂઝ, કાર્યશક્તિ અને કલ્યાણબુદ્ધિની સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649