________________
શ્રી જયંતી દલાલ/શ્રી રામનારાયણ પાઠક
(૮) શ્રી જયંતીભાઈ દલાલ : બહુમુખી પ્રતિભા
જેવી સુમધુર, હૃદયંગમ લલિતવાડ્મયના સર્જનની પ્રતિભા, એવી જ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાની સૂઝભરી તમન્ના: અતિ વિરલ લેખી શકાય એવો આ સુયોગ એ શ્રી જયંતીભાઈ દલાલની અનોખી વિશેષતા હતી.
૩૭૫
શ્રી જયંતીભાઈમાં આ બંને પ્રકારની રસવૃત્તિઓનો ઉન્મેષ છેક ઊગતી ઉંમરેથી જોવા મળે છે. અન્યાય સામે બળવો પોકારવો અને દેશના સ્વાતંત્ર્યયુદ્ધના નિષ્ઠાવાન સૈનિક તરીકે ફરજ અદા કરવી, એ જાણે એમની પ્રકૃતિમાં જ વણાઈ ગયું હતું. એ જ રીતે દેશ-વિદેશના સાહિત્યનું અવગાહન અને વર્તમાનયુગની ભાવનાને ઝીલી લેતાં એકાંકી નાટકો, વાર્તાઓ વગેરે સાહિત્યનું સતત સર્જન એમના જીવનનો આનંદ હતો. વળી કટાક્ષ તો શ્રી દલાલનો જ, એવી સિદ્ધહસ્તતા એમણે આ લખાણો અને વક્તવ્યમાં મેળવી હતી. એકાંકી નાટકોના સર્જક તરીકે તેમ જ મહાત્મા ટૉલ્સ્ટૉયની મહાનવલ ‘વૉર ઍન્ડ પીસ' (યુદ્ધ અને શાંતિ')ના યશસ્વી અનુવાદક રૂપે તેઓનું હંમેશાં સ્મરણ થતું રહેશે. પંડિત નેહરૂએ જ્યારે આવા મોટા ગ્રંથનો એક સમાજવાદી રાજપુરુષે અનુવાદ કર્યાનું જાણ્યું, ત્યારે તેઓએ આશ્ચર્ય અને આનંદની લાગણી સાથે શ્રી દલાલને અભિનંદન આપ્યાં હતાં.
આવી વિશિષ્ટ વ્યક્તિનું ૬૧ વર્ષની વયે અવસાન એ ગુજરાતના સાહિત્યક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે પાયાની ખોટરૂપ બની રહે એવું છે.
(તા. ૪-૧૨-૧૯૬૫)
(૯) કાવ્યમર્મજ્ઞ સર્જક શ્રી રામનારાયણ પાઠક
ગુજરાત જેમને ‘પાઠકસાહેબ'ના માનભર્યા નામથી ઓળખતું, તેમના મુબઈમાં તા. ૨૧-૮-૧૯૫૫ના રોજ થયેલા સ્વર્ગવાસથી ગુજરાતની વિદ્વત્સમૃદ્ધિમાં જલ્દી ન પુરાય તેવી ખોટ પડી છે.
શ્રી પાઠકસાહેબના બીજા સદ્ગુણોને બાજુએ રાખી કેવળ એમની વિદ્વત્તાનાં મૂલ્ય આંકવા બેસીએ તો પણ, ગુજરાતી ભાષાની આજીવન સેવા કરનારા એમના બરોબરિયા વિદ્વાનો બહુ ઓછા મળશે. તેઓશ્રી, એક જ વ્યક્તિએ સફળતાપૂર્વક કવિ, સર્જક, ચિંતક અને વિવેચક તરીકે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં ઘણો બધો ફાળો આપ્યો હોય એવા વિરલ સાક્ષરોમાંના એક હતા. કવિહૃદયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org